જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – તમારૂં અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય.

વૃષભ (બ,વ,ઉ) - તમારો જીદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. ઑફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રૉમેન્ટિક બનાવો. અદ્યતન ટેક્નોલૉજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા-ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

મિથુન (ક,છ,ઘ) – શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. આજે તમારૂં વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે-પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતાં. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

કર્ક (ડ,હ)- તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે.

સિંહ : - તબિયતના મોરચે છોડીક દરકારની જરૂર છે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. ફૅશન તમારા જીવનમાં ભવ્ય લય છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો. આ બાબત તમારૂં પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે. પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલીસર્જાશે. સહ-કમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઑફિસમાં કામ ગતિ પકડશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે.

કન્યા (પ,ઠ,ણ) – તમારા મગજને પ્રેમ, આશા, વિશ્વાસ, કરૂણા, આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો. એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે- એપછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયત તાણ ઊભી કરી શકે છે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું.

તુલા (ર,ત) – તમારૂં ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મુકશે. તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મુકી દે છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. સપનામાંના ભયને છોડો અને તમારા રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો. કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટૅન્શન લાવશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે.

વૃશ્વિક (ન,ય) - જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. કોઈ સંબંધી,મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે.

મકર (ખ,જ) – તમારે તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે. તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે. યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે. આજે તમારા પ્રિયપાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યક્તા છે.

કુંભ (,શ,સ,ષ) :- તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે. તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો. જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો, આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. લગ્ન બાદ, પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો.

મીન (દ,ઝ,ચ,થ) આલ્કોહૉલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી શૅર કરશો એવી શક્યતા જોવાય છે. તમારામાં નેતૃત્વના ગુણો તથા લોકોની જરૂરિયાતો અંગે સંવેદનશીલતા છે- તમે ખરેખર જે છો તેના પર ભાર મુકી તમારી જાતને અભિવ્યક્ત કરશો તો તમારી તરફેણમાં વિજય લાવવામાં તમને મોટા પાયે સફળતા મળશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article