જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarata

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વૅકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસ્સો યાદગાર બની રહેશે. તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે.

વૃષભ (બ,વ,ઉ) - મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. તમારો કૉલ લંબાવીને તમે તમારા રૉમેન્ટિક ભાગીદારને ચીડવશો. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે.

મિથુન (ક,છ,ઘ) – ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. અણધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે-આજે તમે તમારી જાતને અન્યો માટે વધારે અને પોતાની માટે ઓછું કામ કરતા જોશો. સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિષ કરી શકે છે. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.

કર્ક (ડ,હ)- થોડી મોજ-મજા માટે ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. રોમેન્ટિક ગીતો, સુગંધી મીણબત્તીઓ, સારૂં ભોજન અને કેટલાક પીણાં, આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે.

સિંહ : - બોલતા પહેલા બે વાર વિચાર કરો. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે. તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી-કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે-જો-કોઈ-વિચિત્ર કારણસર-સમસ્યા સર્જાઈ-તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે.

કન્યા (પ,ઠ,ણ) – આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો-પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે ? તમારૂં જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે. તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે.

તુલા (ર,ત) – કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. તમારા બાળકોની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે.

વૃશ્વિક (ન,ય) - આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં કેમ કે એ તમારા હિતમાં નથી અને વિનાકારણ તમે તેમને ખફા કરશો. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા. તમારૂં વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલ્કે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે. તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાઈ જ પરિણામ નહીં આપે-એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે, તમારી ધીરજ ખોતા નહીં.

મકર (ખ,જ) – અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો. પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે.

કુંભ (,શ,સ,ષ)- ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. કોઈ મહત્વની ફાઈલ તમારા બૉસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો.

મીન (દ,ઝ,ચ,થ) તમારા ભયનો ઈલાજ કરવાનો સમય પાકી ગયો છે.તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જ હાનિ નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંકાવે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે. મિત્ર તરફથી અમૂલ્ય સહકાર તમને વ્યાવસાયિક બાબતોમાં મદદ કરશે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો.

Latest Stories