જાણો કેવો રેહશે તમારો આજનો દિવસ

જાણો કેવો રેહશે તમારો આજનો દિવસ
New Update

મેષ:- સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે. તમે જે કામ પાછળ ઘણા વખતથી દોડી રહ્યા હતા, એ કામ કરવાની તક આજે તમને મળવાની શક્યતા છે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

વૃષભ:- તમારા પરિવાર માટે તમે તમારી ખુશીનું બલિદાન આપશો. પણ તમારૂં બલિદાન કોઈક હિત કે અપેક્ષાથી પર હોવું જોઈએ. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટાભાગનો સમય લેશે. આજે આનંદની અનુભૂતિ થશે. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી સાથેની રોજબરોજની લડાઈ આજે મુશ્કેલ સ્તરે પહોંચશે.

મિથુન:- ગર્ભવતી મહિલાઓ તેમના સ્વાસ્થ્યની વધુ તકેદારી રાખે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે- ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. શું તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે, અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાતઅનુભવ કરો.

કર્ક:- ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમારા પરિવાર માટે કોઈક સારા તથા અર્થપૂર્ણ કાર્યમાં જોખમ લો. ગભરાતા નહીં કેમ કે વેડફાયેલી તક કદાચ પાછી ન પણ આવે. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. નજીકના ભૂતકાળમાં જે કંઈપણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે.

સિંહ:- કામનું દબાણ આજે તાણ તથા ટૅન્શન લાવી શકે છે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. માતા-પિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે. તમારો રૉમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

કન્યા:- વ્યાયમ દ્વ્રારા તમે તમારા વજનને અંકુશ હેઠળ રાખી શકશો. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. તમે ખરીદી કરવા બહાર નીકળો એવી શક્યતા છે-પણ તમે જો મહત્વની ન હોય એવી વસ્તુઓ પાછળ ખર્ચ કરશો તો તમે તમારા સાથીનો મૂડ ગંભીરપણે બગાડી મુકશો. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે. અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો.

તુલા:- અણધાર્યો પ્રવાસ થકવી નાખનારો હોઈ શકે છે જે તમને અસ્તવ્યસ્ત કરી મુકશે. સ્નાયુઓને આરામ આપવા તમારા શરીરની તેલથી માલિશ કરો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો. કેટલાક માટે નવો રૉમાન્સ ચોક્કસ જણાય છે-તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે. તમારી આસાપાસ શું થાય છે તેની તકેદારી રાખો- આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો.

વૃશ્ચિક:- ચિંતાને લગતા વિચારો તમારી ખુશીને રોળી શકે છે. આ વિચારોને તમારા પર સવાર થવા દેતા નહીં કેમ કે તે માત્ર વિધ્વંસક શક્તિઓને જ અનુસરે છે અને હતાશાના બીજ રોપે છે. તમારી જાતને હંમેશાં હકારાત્મક બાબતોની અપેક્ષા રાખવા પ્રેરો તથા ર્દુઘટનાઓમાં પણ હાસ્ય શોધવાની તાલીમ આપો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમે જો ઑફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે. આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું.

ધન:- તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. રૉમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબું નહીં ટકે. આજે તમારા જીવનમાં પરદાની પાછળ તમારી જાણમાં હોય તેના કરતાં ઘણું વધારે બની રહ્યું હોવાનું જણાય છે-આવનારા થોડાક દિવસોમાં સારી તકો તમારી સાથે હશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. તમારા જીવનસાથીના વતર્તન વિશે તમને અજુગતું લાગશે. પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે.

મકર:- ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. તમે જો તમારા ભાગીદારોના મતને નજરઅંદાજ કરશો તો તેઓ ધીરજ ખોઈ બેસશે. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. તમને કદાચ એવું લાગશે કે આજે બધું તમે ઈચ્છો છો એ પ્રમાણે થઈ રહ્યું નથી, પમ આ માત્ર તમારો નકારાત્મક વિચાર છે. શક્ય હોય એટલા હકારાત્મક બની રહેવાની કોશિશ કરો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે.

કુંભ:- તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે. સફળતા મેળવવા માટે-સમય સાથે તમારા વિચારો બદલો. આ બાબત તમારા દૃષ્ટિકોણને વ્યાપક બનાવશે- તમારા વ્યકતિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. તમારી સમસ્યાઓ ગંભીર હશે-પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે-કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ. રૉમાન્સમાં તમારા મગજનો ઉપયોગ કરજો કેમ કે પ્રેમ આંધળો હોય છે. તમે જે કામ પાછળ ઘણા વખતથી દોડી રહ્યા હતા, એ કામ કરવાની તક આજે તમને મળવાની શક્યતા છે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. કેટલીક વાર તમારે તમારા સંબંધને કડવાશથી બચાવવા શાંતિ રાખવાની જરૂર રહે છે. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરી શકે છે.

મીન:- તમારૂં વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો. તમારી આર્થિક બાબતો અંગે તમે વધારે પડતા ઉદાર રહ્યા તો તમારી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. બાળકોને કારણે અસંતોષ સર્જાઈ શકે છે, કેમ કે તેઓ તેમના મિત્રો સાથે વધુ સમય પસાર કરશે અને ઘર અથવા અભ્યાસ પર ઓછું ધ્યાન આપી રહ્યા છે. સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રૉમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article