જાણો કોણ છે ભગવાન શિવના સૈનિકો અને અત્યારે તે કયાં જોવા મળી રહયાં છે?

New Update
જાણો કોણ છે ભગવાન શિવના સૈનિકો અને અત્યારે તે કયાં જોવા મળી રહયાં છે?

જુનાગઢ ભવનાથમાં પરંપરાગત રીતે યોજાતી લીલી  પરિક્રમા તેમજ શિવરાત્રીના મેળામાં

સાધુઓનું ખાસ મહત્વ હોય છે. લીલી પરિક્રમા તથા મહા શિવરાત્રીના મેળામાં આવતાં નાગા

સાધુઓને ભગવાન શિવના સૈનિકો ગણવામાં આવે છે. નિહાળો વિશેષ અહેવાલ……. 

જુનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી બાદ

પરિક્રમાનો મેળો યોજાતો હોય છે. 

આ બંને ધાર્મિક મેળામા જે તે શિવના સૈનિકો માનવામાં

આવે છે તેવા નાગા અને સંન્યાસીઓની વિશેષ હાજરી જોવા મળે છે. તેમની હાજરીથી  આ મેળો પૂર્ણ થતો હોય

તેવો ઉલ્લેખ પુરાણોમાં છે. પૌરાણિક કાળથી યોજાતા આ મેળામા નાગાબાવા અને સંન્યાસીઓજ

ભાગ લેતા હોય છે અને જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આ મેળામા શિવ ભક્તો અને લોકો

પણ જોડાતા ગયાં. કહેવાય છે કે શિવના અંશ સમા નાગાબાવા અને  સંન્યાસીઓ વગર ભવનાથનો એક

પણ મેળો પૂર્ણ માનવામાં આવતો નથી. ગિરનાર પર્વત હિમાલય કરતા પણ વધુ પૌરાણિક છે.

અહીં ગુરુ દત્તાત્રેય અને મા અંબા અને ગુરુ ગોરખનાથ હાજરા હજૂર હોય તેવો અનુભવ આજે

દરેક કોઈને થઈ રહયો છે. ગિરનારની કંદરાઓમાં નવનાથ, છાસઠ જોગણી, ૮૪ સિદ્ધ, ૫૨ વીર અને ૩૩ કરોડ કોટીદેવતા ઓનો વાસ રહેલો છે.

Latest Stories