જાણો ભાઈ બીજના દિવસનું મહત્વ

New Update
જાણો ભાઈ બીજના દિવસનું મહત્વ

કારતક સુદ બીજ એ ભાઇબીજ કે યમ દ્વિતીયા તરીકે પણ ઓળખાય છે. આજના દિવસે ભાઇ બહેનના ઘરે ભોજન કરવા માટે જાય છે.

ભાઇબીજની કથા અનુસાર યમની બહેન યમી એટલે કે યમુના નદી અવાર નવાર તેના ભાઇ યમને પોતાના ઘેર જમવા માટે આમંત્રણ આપતી હતી. પરંતુ યમને ન્યાય કરવા અને કોઇને સજા આપવાના કાર્યમાંથી ફુરસદ જ નહોતી મળતી. એવામાં ભાઇબીજના દિવસે યમરાજા બહેનના અતિ આગ્રહને વશ થઇને તેના ત્યાં જમવા ગયા.

યમી તો ભાઇને પોતાના આંગણે આવેલો જોઇને હરખાઇ ગઇ. તેણે ભાઇ માટે બત્રીસ જાતના ભોજન બનાવીને ભાઇને આગ્રહથી જમાડ્યો. બહેનની આગતા સ્વાગતા જોઇ પ્રસન્ન થયેલા યમરાજે બહેનને વરદાન માંગવા કહ્યું.

ત્યારે યમીએ પોતાના ભાઇ પાસે પાંચ વચન માંગી લીધા. જે આ મુજબ છે. (1) જે ભાઇ આજે બહેનના ત્યાં જમે તેનું મોત ક્યારેય કમોતે ન થાય. (2)આજે યમ પૂજા કરવાથી યમરાજ પ્રસન્ન થાય. (3) આજના દિવસે યમુના નદીમાં સ્નાન કરનાર ભાઇનું આયુષ્ય વધે. (4) દર ભાઇ બીજે મારા ત્યાં જમવા આવવું. (5) આજના દિવસે યમુનામાં સ્નાન કરનાર બહેનનું સૌભાગ્ય અખંડ રહે..

યમરાજાએ તથાસ્તુ કહી બહેનને પાંચેય વરદાન આપી દીધા. કહેવાય છે કે જો ભાઇબીજના દિવસે બહેનના ત્યાં જમવા જવાય એવુ ના હોય તો ભાઇબીજની વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવાથી પણ બહેનના ઘરે ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે.

Latest Stories