જામનગર : કુદરતી આપત્તિને પહોચી વળવા અત્યાધુનિક સાધનો સાથે NDRFની ટીમ તૈનાત કરાઇ

New Update
જામનગર : કુદરતી આપત્તિને પહોચી વળવા અત્યાધુનિક સાધનો સાથે NDRFની ટીમ તૈનાત કરાઇ

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રભરમાં આગામી 5 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા NDRFની એક ટીમ જામનગર ખાતે તૈનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જામનગર અને સૌરાષ્ટ્રભરમાં આગામી 5 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભારે વરસાદના કારણે નદીમાં પુર કે વધુ પડતાં પાણી ભરાઈ જતાં વિસ્તારોમાં લોકોની સલામતી માટે જામનગરમાં NDRFના 25 જવાનોની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

હાલાર પંથકમાં પુરની પરિસ્થિતી અથવા કોઈપણ કુદરતી આપત્તિનું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટે NDRFના 25 જેટલા જવાનો જામનગરમાં તૈનાત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત NDRFના જવાનો દ્વારા પાણીની ઈલેકટ્રિક બોટ, અંડર વોટર કેમેરા અને લાઈફ જેકેટ જેવા અત્યાધુનિક સાધનો સાથેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

Latest Stories