જામનગર : જામજોધપુર તાલુકામાં ભારે વરસાદથી માર્ગ બિસ્માર, જાણો પછી 20 ગામોના સરપંચોએ શું કર્યું..!

New Update
જામનગર : જામજોધપુર તાલુકામાં ભારે વરસાદથી માર્ગ બિસ્માર, જાણો પછી 20 ગામોના સરપંચોએ શું કર્યું..!

જામજોધપુર તાલુકાના 20 ગામના સરપંચોએ DDOને બિસ્માર રસ્તા મામલે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આવેદન પત્ર દ્વારા વહેલી તકે બિસ્માર રસ્તો રીપેર કરી આપવા રજૂઆત કરવામાં આવી હતી.

જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી મોટા ભાગના ગામડાઓમાં રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહયા છે. આજ રોજ જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના 20 ગામના સરપંચો દ્વારા જિલ્લા પચાયત ડીડીઓ  ને આવેદનપત્ર આપી તાત્કાલિક બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવાની માગણી કરી છે. જામજોધપુર તાલુકાના મોટી ગોપથી ધ્રાફાને જોડતો સ્ટેટ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. ખાસ કરીને ગ્રામજનો તેમજ રાહદારીઓને બિસ્માર હાલતમાં રહેલા રસ્તાથી પરેશાન છે. ડીડીઓ એ બિસ્માર રોડ મામલે તાત્કાલિક રોડની નિરીક્ષણ માટે મોકલવામાં આવશે અને જામજોધપુર તાલુકાના કે મુખ્ય માર્ગો છે તે છેલ્લા ૧૨ વર્ષથી રીપેરીંગ કરવામાં ન આવતા આજ રોજ 20 ગામના સરપંચોએ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના રોડ રસ્તા એટલા બધા બિસ્માર હાલતમાં છે કે અહીં 108 આવતા પણ બે કલાકથી વધુનો સમય વીતી જાય છે ત્યારે જામજોધપુર તાલુકાના ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ગામડાના સરપંચને હવે આગળ આવ્યા છે અને પોતાની માંગ લઈ રજૂઆત કરી છે.

Latest Stories