New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/06174451/maxresdefault-62.jpg)
મહા વાવાઝોડાને પહોંચી વળવા માટે NDRFની 6 ટીમ
હવાઈ માર્ગે જામનગર આવી પહોંચી હતી. જેમાંથી બે ટીમ જામનગરમાં રહેશે અને બીજી
ટીમોને અલગ અલગ જિલ્લાઓમાં ફાળવવામાં આવી છે.
ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં મહા વાવાઝોડાથી થનારા સંભવિત નુકશાનને રોકવા માટે રાજય સરકાર તમામ પગલાં ભરી રહી છે. જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે હવાઇ માર્ગે 6 જેટલી NDRFની ટીમો આવી પહોંચી હતી. અત્યાધુનિક સાધનો તેમજ રેસક્યુ બોટ અને રાહત સામગ્રીઓ સાથે NDRFની ટીમની અલગ અલગ વિસ્તારોમાં ફાળવણી કરવામાં આવશે. 6 ટીમમાંથી બે ટીમ જામનગર ખાતે રહેશે, જ્યારે અન્ય ચાર ટીમોને જુદા જુદા દરિયાકાંઠાના જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. હાલ મહા વાવાઝોડાના સંકટને લઈને જામનગર સહિત રાજ્યભરનું તંત્ર એલર્ટ બન્યું છે.
Latest Stories