જામનગર : મહા વાવાઝોડા પહેલાં જિલ્લાના સાત ગામોમાં ધરા ધ્રુજી

New Update
જામનગર : મહા વાવાઝોડા પહેલાં જિલ્લાના સાત ગામોમાં ધરા ધ્રુજી

જામનગર શહેર અને કાલાવડના સાત ગામો માં 3.7 ની તીવ્રતાનો  ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જામનગર શહેરથી 27 કી.મી. દૂર સાઉથ ઈસ્ટ પર ભૂકંપ નું કેન્દ્ર બિંદુ

નોંધાયું છે. અચાનક ધરા ધ્રુજવા લાગતાં લોકો ડરના માર્યા તેમના ઘરોની બહાર દોડી

આવ્યાં હતાં. 

જામનગર પર એક તરફ મહા વાવાઝોડા નો ખતરો મંડાઇ રહ્યો

છે ત્યારે અચાનક ભુકંપનો આંચકો આવતાં લોકોમાં ભય ફેલાયો છે. જામનગર અને કાલાવડ

તાલુકાનાં ગામડાઓમાં ઘણા સમયથી ભુકંપના આંચકા આવી રહયાં છે. સોમવારના રોજસાંજે 7.51 મિનિટે કાલાવડ તાલુકાનાં સાત ગામો અને જામનગર

તાલુકામાં લોકોએ 3.7 રિકટર

સ્કેલનો ભુકંપનો આંચકો અનુભવ્યો હતો. મકાનો ધ્રુજવા લાગતાં લોકો ડરના માર્યા ઘરની

બહાર દોડી ગયાં હતાં. ભુકંપનું કેન્દ્ર બિંદુ જામનગર થી 27 કિમી સાઉથ ઈસ્ટ પર નોંધાયું છે. કાલાવડ તાલુકાનાં

ભલસાણ બેરાજા, હડમતીયા, મતવા, ખાનકોટડા, બાંગા, સરાપાદરા, અને ખંઢેરાગામમાં ભૂકંપ નો આંચકો આવતા લોકો ગભરાઈ ગયા

હતાં. તેઓ બેબાકળા થઈને શું થયું છે તે જોવા ઘર ની બહાર નીકળી ગયા હતાં. એક તરફ તારીખ 6 અને 7 દરમિયાન

મહા વાવાઝોડાનો ખતરો મંડાઇ રહ્યો છે ત્યારે લોકોને હવે વાવાઝોડા સાથે ભૂકંપનો ડર

સતાવી રહયો છે. 

Latest Stories