/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/26223020/maxresdefault-298.jpg)
જામનગર નજીક વિજરખી પાસે ચાલુ એસટી બસમાં બે શખસો વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો વધુ બીચકતા એક શખ્સે અન્ય યુવાનની ઘાતકી હત્યા નીપજાવી દેતા સનસનાટી મચી ગઈ છે.
જામનગરમાં ફિલ્મી ઢબે હત્યાની ઘટના સામે આવી છે. મળતી વિગત અનુસાર, જામનગર એસટી બસ સ્ટેશનમાંથી ઉપડેલી જામનગર-જુનાગઢ રૂટની સોમનાથ એક્સપ્રેસ બસ જુનાગઢ માટે રવાના થઇ હતી. જેમાં મુસાફરી કરી રહેલા બે યુવાનો વચ્ચે ચાલુ બસે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી. જેને ઉગ્ર સ્વરૂપ લઈ લેતા બસ જામનગર નજીક વિજરખી પહોંચી ત્યારે એકાએક બંને સામસામે આવી ગયા હતા. અને એક યુવાને પોતાની પાસે રહેલ ધારદાર હથિયારથી 40 વર્ષીય હિતેશ પંડ્યા નામના યુવાનને ઉપરા ઉપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ બનાવને પગલે એસટી ચાલકે બસ થંભાવી દીધી હતી અને અન્ય મુસાફરો તથા એકત્ર થયેલ લોકોએ આરોપીને આંતરી લઇ મેથી પાક આપી બાજુની હોટેલના સિમેન્ટ પોલ સાથે બાંધી દીધો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ પંચકોશી એ ડિવિજન પોલીસે સ્થળ પર પહોંચી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.