જામનગર : સેન્ટ ફ્રાંસિસ સ્કૂલના એન્યુઅલ ડે નિમિતે ઇસરો સ્પેસ એક્ઝિબિઝનનું આયોજન કરાયું

New Update
જામનગર : સેન્ટ ફ્રાંસિસ સ્કૂલના એન્યુઅલ ડે નિમિતે ઇસરો સ્પેસ એક્ઝિબિઝનનું આયોજન કરાયું

જામનગર શહેરની સેન્ટ ફ્રાંસિસ સ્કૂલમાં એન્યુઅલ ડે નિમિતે ઇસરો સ્પેસ એક્ઝિબિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ઇસરોના સાયન્ટિસ્ટની મદદથી વિધ્યાર્થીઓ દ્વારા સ્પેશ વિષય પર અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં શહેરની વિવિધ શાળાના વિધ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

જામનગરની સેન્ટ ફ્રાંસિસ સ્કૂલના એન્યુઅલ ડે નિમિતે સેન્ટ ફ્રાંસિસ સ્કૂલ અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદના સહયોગથી ઇસરો સ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધ્યાર્થીઓમાં વિજ્ઞાન અને અવકાશીય જ્ઞાન મળે અને તેના પ્રત્યે અભિરુચિ કેળવાય તેવા હેતુથી બે દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર એકાઝીબિશનમાં ચન્દ્રયાન, મંગળયાન, રોકેટ મોડેલ્સ, પીએસવીએલ એન્ડ જીએસએલવી વગેરેના આબેહૂબ મોડલ વિધ્યાર્થીઓ દ્વારા તૈયાર કરી પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. વિધ્યાર્થીઓને વિવિધ મોડેલ અંગે અમદાવાદ ઇસરોના પાંચ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બે દિવસીય સુધી યોજાયેલા પ્રદર્શન દરમ્યાન મોટી સંખ્યામાં જામનગર શહેરની વિવિધ શાળાના વિધ્યાર્થીઓએ લાભ લઈ ઇસરો સ્પેસ અંગેની માહિતી મેળવી હતી.

Latest Stories