વિશ્વભરમાં વર્તમાન સમયમાં હૃદય રોગ એ ગંભીર બનતો જાય છે. માત્ર મોટી ઉંમર ના જ નહિ પરંતુ હવે યુવાન વયે પણ આ રોગ નો શિકાર લોકો બની રહ્યા છે.
29 મી સપ્ટેમ્બર વિશ્વ હૃદય રોગ તરીકે મનાવવા માં આવે છે, અને આ દિવસે લોકોને હૃદય રોગ થી કઈ રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપતા કેમ્પો પણ યોજાતા હોય છે. આધુનિક યુગમાં સ્માર્ટ ફોન ના સમયમાં હવે કાર્યપ્રણાલી પણ સરળ બની છે પરંતુ તેની સાથે ભાગદોડ વાળી જીંદગી ના કારણે તણાવ કે હાઇપરટેન્શન થી હૃદય રોગ નો વ્યાપ વધ્યો હોવાનું તબીબો તારણ આપી રહ્યા છે. તો બીજી તરફ બેઠાળુ જીવન શૈલી, કસરત કે શારીરિક શ્રમ નો અભાવ,દારૂ તેમજ તંબાકુ નું સેવન પણ હૃદય રોગ ને આમંત્રણ આપે છે.
હૃદય આપણા શરીરનું એવુ અંગ છે કે જે પંપ કરીને આખા શરીરમાં રક્ત પ્રવાહ નું સંચાલન કરે છે,જયારે હૃદય સુધી રક્ત પહોંચવાનું અટકે ત્યારે તીવ્ર દુખાવા સાથે હૃદય રોગનો હુમલો આવે છે.
જોકે હવે ના સમયમાં તબીબી સારવાર પણ આધુનિક બની છે અને હૃદય રોગના દર્દીને યોગ્ય સારવાર સમસર મળી શકે તો દર્દી મેડિસિન થી સ્વસ્થ રહી શકે છે.આજ ના સમય માં આપણા જીવન નો અડધા થી વધુ સમય કાર્યસ્થળ કે ઓફિસમાં પસાર થાય છે.અને આ સમયમાં લાંબો સમય સુધી બેસી રહેવુ એ પણ હૃદય રોગને આમંત્રણ આપવા બરાબર છે.
# હૃદય રોગ ને અટકાવવા માટેના ઉપાય :-
- નિયમિત યોગ,કસરત,ચાલવાની ક્રિયા કરવી
- સ્વાસ્થ્ય અનુરૂપ આહાર લેવો
- ખોરાકમાં મીઠાનો પ્રયોગ ઓછો કરવો
- નાસ્તો તેમજ જમવાનો એક સમય નિશ્ચિત કરો
- તમાકુ દારૂ સહિત ના વ્યસન નો ત્યાગ કરવો
- તળેલો કે ચરબી યુક્ત આહાર થી દૂર રહેવુ
તબીબોનું કહેવું છે કે જે લોકોમાં શારીરિક શ્રમનો અભાવ છે તેઓએ નિયમિત કસરત,ચાલવું કે ટહેલવું તેમજ યોગ કરીને પણ સ્વસ્થ રહી શકાય છે.કામકાજ ના બોજને થોડો ઓછો કરીને ખુશ રહી તણાવ ઓછો કરવાથી પણ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખી શકાય છે.