જુઓ કઈ રીતે પ્રિયા પ્રકાશ વરિયરનો મેકઅપ કરવામા આવ્યો હતો. આંખો મટકાવવા માટે આ રીતે કર્યો હતો મેકઅપ

New Update
જુઓ કઈ રીતે પ્રિયા પ્રકાશ વરિયરનો મેકઅપ કરવામા આવ્યો હતો. આંખો મટકાવવા માટે આ રીતે કર્યો હતો મેકઅપ

થોડા સમય પહેલા એક સોંગનો માત્ર 26 સેકન્ડનો વિડીયો વાઈરલ થયો હતો. જે બાદ જોત જોતામા લાખો કરોડો યુઝરે તેને જોયો હતો. જે વિડીયો હતો ઓરુ અદર લવ ફિલ્મનો. આંખો મટકાવીને રાતો રાત નેશનલ ક્રશ બની જનારી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વરિયરનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેની આંખોનો મેકઅપ થઇ રહ્યો છે. આ વીડિયો તે વખતનો છે જ્યારે પ્રિયા તેનાં સીનની તૈયારી કરી રહી હતી. વિડીયોમાં સપષ્ટ પણે જોઈ શકાય છે કે કઈ રીતે પ્રિયાને તેના મેકઅપ આર્ટીસ્ટ દ્વારા તૈયાર કરવામા આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર રાતોરાત છવાઇ જનારી પ્રિયા પ્રકાશ વરિયરનો જાદૂ આજે પણ કાયમ જોવા મળી રહ્યો છે. વેલેન્ટાઇન્સ ડે પર પ્રિયાનો આ આંખ મારતો વીડિયો વાઇરલ થયો હતો. જે બાદ પ્રિયાને તેનાં કરિયરનો પહેલો એવોર્ડ 'viral personality of the year'થી નવાઝવામાં આવી હતી. ત્યારે પ્રિયા અવાર નવાર પોતાના વિડીયો પોતાના ઈન્સટા એકાઉન્ટ પર અપલોડ કરતી રહી છે. જે બાદ તેના ચાહકો તેને લાઈક અને કોમેન્ટ આપતા રહે છે.

Latest Stories