/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault27.jpg)
દિવાળીના વેકેશનની રજાઓમાં લોકો આનંદ માણવા માટે બહાર ગામ ફરવા જતા હોય છે, ત્યારે જુનાગઢમાં અનેક ઐતિહાસિક સ્થળો પર લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. શહેરમાં આવેલ સક્કરબાગ ઝૂ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ દિવાળી વેકેશનની રજાઓ માણવા ઉમટી પડ્યા હતા.
જુનાગઢ શહેરના અનેક ઐતિહાસિક સ્થળો પર લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરમાં આવેલ સક્કરબાગ ઝૂ ખાતે રજાઓ માણવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. છેલ્લા બે દિવસમાં ૧૮ હજારથી વધુ લોકોએ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી હતી. સકરબાગ ઝૂ જોઈને અહી આવતા સહેલાણીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. દૂર દૂરથી લોકો સકરબાગ ઝૂને નિહાળવા આવતા હોય છે ત્યારે રજાની સિઝનમાં લોકોએ ઝૂની મુલાકાત લીધી હતી.
જુનાગઢ સક્કરબાગ ઝૂના વેટરનરી ઓફિસર રિયાઝ કડિવારે જણાવ્યું હતું કે, સક્કરબાગ ઝુ દર બુધવારના રોજ બંધ રહેતો હોય છે, પરંતુ દિવાળીના વેકેશનની રજાઓને
ધ્યાનમાં રાખી અહી આવતા પ્રવાસીઓ માટે બુધવારના રોજ પણ સક્કરબાગ ઝૂ ખુલ્લુ રાખવામાં આવશે.