જુલે વરની ગુજરાતી ઍડિશન: જય વસાવડા

New Update
જુલે વરની ગુજરાતી ઍડિશન: જય વસાવડા

ભાવનગરની છાત્રાલયના ગૃહપતિ માનનીય મૂળશંકર મોહનલાલ ભટ્ટે એક માતાના ગર્ભમાંથી લઈને બીજી માતાના ગર્ભમાં મૂકે એવી રીતે અક્ષરસઃ અનુવાદ કર્યો જુલે વર લિખિત વિશ્વપ્રસિદ્ધ 'સાહસિકોની સૃષ્ટિ'નો. જય વસાવડા એનું બયાન કરતા સ્વરચિત કાવ્ય પંક્તિ સ્મરે “હું સિંદુર લઈને ઉભો હતો ને એ રાખડી બાંધીને ચાલી ગઈ” ત્યારે શ્રોતાગણે કરેલા કરતલધ્વનિના સાક્ષી બનવાનું સદ્દભાગ્ય મને સાંભળ્યુ હતુ.

'સાહસિકોની સૃષ્ટિ ' સૌ પ્રથમ સ્પેન ભાષામાં લખાઈ,ફ્રાન્સ દેશમાં સુપર હિટ થઈ અને ગુજરાતીમાં અનુવાદ થયો અમેરિકામાં સિવિલ વૉર વખતે બલુનમાં બેસીને કૅપ્ટન હાર્ડી અને ચાર જણ નીકળે. બલુન આકાશમાંથી ધરતી પર તુટી પડે. બધાની આંખ ખૂલે અને કૅપ્ટન હાર્ડી પહેલો સવાલ પૂછે," આપણે ક્યાં છીએ? આ બેટ છે કે ખંડ છે ? એક સાહસિકના ખિસ્સામાં રહી ગયેલા ઘઉંના દાણામાંથી ડુંડો ઊગાડે અને બે વર્ષે ખેતર બને. ઘડિયાળનો કાચ અને જેકેટનો કાચ ભેગા કરી કાગળના ટુકડા અને સુક્કા ઘાસ પર સૂર્ય કિરણને કાચમાંથી એકત્રિત કરી અગ્નિ પેદા કરે. જુલે વરની સાહસિકોની કથામાં ૧૮૫૭ ના સંગ્રામની વાત ત્રણ પાના ભરીને કહેવામાં આવી છે. આ પુસ્તક ડહાપણ, રોમાંચ, સાહસ, નેચરલ રીસોસીર્સનું દોહન કરતા શીખવાડે, ઇકો ફ્રેન્ડલી જીવન જીવતા શીખવાડે ક્રિયેટિવિટી,કરેજ અને ક્યુરિયોસિટી આ ત્રણે ગુણોનું સિંચન કરતા શીખવાડે,' વિસ્મયવાદી બનો' મેસેજ આપી અબાલવૃદ્ધ સૌને જીવનભર પરમાનંદમાં લીન રાખે પ્રહાર ફિલ્મની ગીતની પંક્તિ લલકારી જય વસાવડાએ સતત ૫૫ મિનિટ સુધી અસ્ખલિત વાણીને વિરામ આપ્યો હતો.

હમારી મુઠ્ઠીમેં આકાશ તારા,કભી ના ઢલે વો જો સિતારા.જબ ભી ખુલેગી ચમકેગા તારા અંધેરા મીટાયે જો નન્હા સરારા દિશા જિસસે પહેચાને સંસાર સારા.

Latest Stories