/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13180005/maxresdefault-153.jpg)
જૂનાગઢ ખાતે કોંગ્રેસે જન સંવેદના આંદોલન અંતર્ગત
રેલી યોજી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકો
રેલીમાં જોડાયા હતાં.
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ
ગયો છે. પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયાં છે. કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ
ધાનાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો અને ખેડૂતો ઝાંસીની રાણીના પૂતળા પાસેથી રેલી યોજી જિલ્લા કલેકટર
કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. જૂનાગઢ કલેક્ટર કચેરી પરિસરમાં કોંગ્રેસ
કાર્યકર્તાઓ દ્વારા ભાજપ વિરુધ્ધ હાય-હાયના નારા સહિત રામધુન બોલાવવામાં આવી હતી.
જો સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા
સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સમગ્ર વિરોધ પ્રદર્શન
દરમ્યાન વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોષી, વિસાવદરના
ધારાસભ્ય હર્ષદ રીબડીયા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો સહીત કોંગ્રેસ આગેવાનો અને
કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.