ટ્રેનોનાં લોકેશન જાણવા તમામ ટ્રેનોને સેટેલાઇટ થી જોડી દેવાશે

ટ્રેનોનાં લોકેશન જાણવા તમામ ટ્રેનોને સેટેલાઇટ થી જોડી દેવાશે
New Update

ભારતીય રેલવેએ તેની તમામ ટ્રેનોને 2018નાં અંત સુધીમાં ઇસરોનાં સેટેલાઇટ સાથે જોડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો કે જેથી ટ્રેનોનાં લોકેશનને જાણી શકાશે અને ડ્રાઇવરો સાથે તેમની કેબિનમાં વાત પણ કરી શકાશે, એમ એક અધિકારીએ કહ્યું હતું.વર્ષ 2018નાં અંત સુધીમાં તમામ 10800 એન્જીન અને રેલવેમાં એન્ટેના ફિટ કરવામાં આવશે અને ડ્રાઇવરની કેબિન માંથી તેની પર નજર રાખી શકાશે, એમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ.

હાલમાં દસ ટ્રેનોમાં તો ટ્રાયલ પણ કરવામાં આવી છે.અને ડિસેમ્બર, 2018ના અંત સુધીમાં તમામ કોચમાં આ સીસ્ટમ ફિટ કરી દેવામાં આવશે'એમ બોર્ડના એક સભ્યે જણાવ્યું હતું કે તેમના કહેવા અનુસાર નવી દિલ્હી-ગુવાહાટી અને નવી દિલ્હી-મુંબઇ રાજધાની રૃટ પર છ ઇલેકટ્રિક એન્જીનમાં આ સીસ્ટમ ફિટ કરાઇ હતી. રેલવે સત્તાવાળાઓ ઇસરોના સેટેલાઇટ આધારિત સીસ્ટમનો ઉપયોગ માનવરહિત ક્રોસિંગ પાસે થતાં ટ્રેનોના અકસ્માતને રોકવા અને ટ્રેનોની હલનચલન જોવા માટે કરવા વિચારી રહ્યા છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article