ડાંગ : આદિવાસીઓમાં લોકપ્રિય સંગીત વાજિંત્ર્ય “પાવરી” ની જાણો વિશેષતા

New Update
ડાંગ : આદિવાસીઓમાં લોકપ્રિય સંગીત વાજિંત્ર્ય “પાવરી” ની જાણો વિશેષતા

ડાંગ જિલ્લામાં ભાયા કાર્યક્રમ વખતે પાવરી વગાડવામાં આવે છે. આદિવાસીઓમાં લોકપ્રિય છે પાવરીનું સંગીત, સાંસ્ક્રુતિક કાર્યક્રમોમાં અચૂક આ વાદ્ય વગાડતા પાવરકર અહીં જોવા મળે છે. દેશ-વિદેશમાં પાવરીનું લોકપ્રિય સંગીત લોકો મોહિત કરે છે. ત્યારે પાવરી શું છે અને કેવી રીતે વગાડવામાં આવે છે? જુઓ આ રિપોર્ટમાં

મુખ્યત્વે આદિવાસીઓમાં પાવરીનું સંગીત ખૂબ જ લોકપ્રીય છે. ગુજરાતના ડાંગ જીલ્લામાં પાવરી વગાડનારને પાવરકર કહેવામાં આવે છે. મધુર અને કર્ણપ્રિય સંગીત આપનાર પાવરી વાદ્ય આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. પાવરીનું વાદ્ય બનાવવામાં માટે દૂધી, વાસ, બળદનાં સિંગડાનો ઉપયોગ કરવામાં આવે છે. જે દેશ વિદેશમાં ડાંગની ઓળખ છે.


ડાંગ જિલ્લાના આદિવાસીઓનાં પોતાના બનાવેલ અનેક વાજિંત્રો છે. જેને પ્રસંગોપાત વગાડવામાં આવે છે. પાવરી મોટાભાગે ભાયા કે ડુંગરદેવની પૂજા વખતે વગાડવામાં આવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી દ્વારા આ મધુર, કર્ણપ્રિય વાદ્યની શોધ કરવામાં આવી છે. પાવરી વગાડનારને પાવરકર કહેવામાં આવે છે. આ વાદ્યને વગાડવામાં માટે સતત ફૂક્યા જ કરવું પડતું હોય છે, જેથી સંગીતના મધુર રેલાઓ સંભળાય છે. ડાંગ જિલ્લાના મોટા બરડાં ગામનાં પાવરકર રામદાસભાઈ ધૂમ જેઓ નાનપણથી પાવરી વગાડે છે. મુખ્યત્વે ભાયા કાર્યક્રમમાં પાવરી વાદ્ય વગાડવાની સાથે તેઓ પાવરીનાચ લઈ દેશ વિદેશમાં ગયાં છે. આદિવાસીઓનાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રામદાસભાઈ મધ્યપ્રદેશ, વારાણસી, ગોવા સહિત વિદેશમાં સતત 15 દિવસ સુધી પાવરીનાચ નાં કાર્યક્રમ આપી ચૂક્યાં છે. પાવરી વગાડનાર પાવરકર પાવરી વાદ્ય દ્વારા રોજીરોટી મેળવી રહ્યાં છે. ભાયા, નવરાત્રી, ગણપતિ વગેરે તહેવારો આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેઓ પાવરી વગાડવાનું કામ કરે છે. આ કાર્યક્રમોમાં પાવરી નાચ વખતે પાવરકર પાવરી સાથે જુદી જુદી કળા કરી ખેલ કરતાં હોય છે. રામદાસભાઈ ધૂમ વધુમાં જણાવે છે કે પાવરી વાદ્ય થી તેઓને રોજીરોટી મળે છે. આ ઉપરાંત દેશ વિદેશ સહિત તેઓ ગુજરાત નાં અન્ય જિલ્લાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યાં છે.

Latest Stories