New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/13153842/IMG-20191213-WA0119.jpg)
ડાંગની ચીકટિયા પ્રાથમિક શાળામાં ગ્રીન સ્કૂલ નેશનલ એવોર્ડ સંદર્ભે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આઈ.જી.બી.સી અંતર્ગત નેશનલ લેવલની ગ્રીન યોર કોન્ટેસ્ટ 2019માં ડાંગ જિલ્લાની ચીકટિયા પ્રાથમીક શાળા દેશભરમાં પ્રથમ નંબરે આવી વિજેતા બની હતી, જે સંદર્ભે ગતરોજ શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો,આ ભવ્ય કાર્યક્રમમાં વિજેતા શાળાને ચેક તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.આ શાળાનાં બાળકોએ હાથ ધરેલ પેપર રિસાયકલિંગ પ્રોજેકટથી મહાનુભવોનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં યુનાઇટેડ વે દિલ્હીથી કોમલ ડાલ,એસ.એસ.એ ગાંધીનગર તરફથી ગૌતમભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી ડાંગ એમ.સી ભૂસારા, વઘઇ ડાયેટ પ્રાચાર્ય બી.એમ.રાઉત, નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્ર ઠાકરે, માજી ધારાસભ્ય વિજય પટેલ, તાલુકા પંચાયત વઘઇ પ્રમુખ સંકેત બંગાળ તથા શાળાનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
Latest Stories