/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/09150743/maxresdefault-100.jpg)
ખેડા
જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં દેવઉઠી એકાદશી પર્વ નિમિત્તે તુલસી
વિવાહનો પર્વ ધામધૂમથી ઉજવાયો હતો.
ડાકોરમાં
આયોજીત ભગવાનના લગ્ન ઉત્સવના દિવ્ય દર્શનનો લાભ લેવા માનવ મહેરામણ ઉમટી પડયું હતું. સુશોભિત ઘોડા ઉપર
શ્રીજી મહારાજના નીકળેલા વરઘોડામાં ભક્તો વૈષ્ણવો જાનૈયા સ્વરૂપે જોડાઈ મન મૂકીને
નાચ્યાં હતા તેમજ ભવ્ય આતશબાજી પણ કરી હતી. ડાકોર મંદિરમાં વર્ષોથી ચાલતી આવતી
પરંપરા અનુસાર આ વર્ષે પણ ભગવાન રણછોડરાયજી તુલસીજી સાથે લગ્નના પવિત્ર બંધનથી
જોડાયા હતા. પરંપરા મુજબ ડાકોરમાં સાંજે ભગવાન અગિયારસ નિમિત્તે ઘોડા ઉપર સવાર
થઇને વાજતે ગાજતે ,ડંકા નિશાન,અને સંગીત સુરાવલી સાથે લક્ષ્મીજી મંદિર
પહોંચ્યા હતા. શ્રીજી મંદિરમાં પાંચ કુંજ અને લક્ષ્મીજી મંદિરમાં એક કુંજમાં
બિરાજમાન થઇ તુલસીજી સાથે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવાયા હતા. આ દૈવી લગ્નમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.