આજે વર્ષ ૨૦૧૯-૨૦ શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો. મારો પૌત્ર તથ્ય વેકેશન પછી સ્કૂલમાં ગયો. મોર્નિંગ સ્કૂલ. ફોર્થ સ્ટાન્ડર્ડમાં આવ્યો. ૯ વર્ષનો તથ્ય.
મેં પૂછ્યું, “આટલું ભારે દફ્તર ?” તથ્ય કહે, “૪ kg નું છે. પ્લસ બોટલ. આજે ટાઈમટેબલ મળી જશે તો કાલથી ટુ એન્ડ હાફ kg નું થઈ જશે. આ સ્કૂલવાળા વેકેશનમાં જ ટાઈમટેબલ વોટ્સઅપ મેસેજથી મોકલી દેતાં હોય તો કેવું સારું?
ને મનમાં વિચાર આવ્યો આજે ચોથી એપ્રિલ. લોકસભાની ચૂંટણીમાં નેશનલ રાષ્ટ્રીય કોંગ્રેસ ભરૂચ જિલ્લાની બેઠક પર કોણ ઉમેદવારી કરશે એ તા. ૩ જી એપ્રિલની મધરાત સુધી નક્કી કરી શકતા નથી એવી દારૂણ પરિસ્થિતિમાં દીકરા તારા દફ્તરની કોણ ચિંતા કરે ?
ખેર ! ચૂંટણી આવશે, ‘મતદાર જાગૃતિ અભિયાન’ શેરી નાટકો ભજવાશે.
વર્ષ ૧૯૯૪ થી મતદાર જાગૃતિના શેરી નાટકો ભજવું છું. જેસીસ, આર.સી.સી., જાયન્ટ્સ, લાયન્સ બધી જ સંસ્થાઓ ભરૂચ શહેર અને ગામડાઓમાં.
મતદાર માત્ર પવિત્ર મત આપે છે, એ પછી નગરસેવક, ધારાસભ્ય કે સાંસદ એની ગણતરીમાં જ રત બને છે.
જાગૃતિ અને જવાબદાર નાગરિક બનો એ સામાન્ય નાગરિકને કહેવામાં આવે છે, સ્વચ્છ, પ્રામાણિક લોકસેવક બનો એવું માત્ર કહેવાનું હોય છે, કહેણી અને કથણી એક માત્ર મહાત્માની હતી. ૧૨૫ મી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ સત્ય, અહિંસા પરમોધર્મ ખોવાયા છે. આ બ્લોગ લખી રહ્યો છું ત્યારે સમાચાર મળ્યા કોંગ્રેસના ઉમેદવાર તરીકે શેરખાન પઠાણ પસંદ થયા. જોઈએ નમોના ઉમેદવાર સામે શેરખાન કેવી ત્રાડ પાડશે ?