તુમ્હારી હૈ, તુમ ભી સંભાલો યે દુનિયા.....આજે પૃથ્વી દિવસ

New Update
તુમ્હારી હૈ, તુમ ભી સંભાલો યે દુનિયા.....આજે પૃથ્વી દિવસ

जैसी बची है वैसी की वैसी बचा लो ये दुनिया

अपना समझके अपनों के जैसी उठालो ये दुनिया

छुट पुट सी बातों में जलने लगेगी संभालो ये दुनिया…

कट पिट के रातों में पलने लगेगी संभालो ये दुनिया..

ओ री दुनिया…

वो कहे हैं की दुनिया ये इतनी नहीं है

सितारों से आगे जहां और भी है

ये हम ही नहीं हैं वहां और भी है

हमारी हर एक बात होती वहीं है

हमें ऐतराज़ नहीं है कहीं भी

वो आलिम हैं फ़ाज़िल हैं होंगे सही ही

मगर फ़लसफ़ा ये बिगड़ जाता है

जो वो कहते हैं

आलिम ये कहता वहां इश्वर है

फ़ाज़िल ये कहता वहां अल्लाह है

काबुर ये कहता वहां इसा है

मंजिल ये कहती तब इंसान से की

तुम्हारी है तुम ही सम्भालों ये दुनिया

ये बुझते हुए चंद बासी चरागों

तुम्हारे ये काले इरादों की दुनिया…

ओ री दुनिया....

છાંદોગ્ય ઉપનિષદમાં નારદજી અને સનતકુમારોની સુંદર ચર્ચા લખવામાં આવી છે. નારદજી પ્રશ્ન પૂછે છે અને સનતકુમારો જવાબ આપે છે. નારદજી એક સમયે પૂછે છે, બળથી તાકાત કોની વધુ? સનતકુમારો અન્ન, પાણી , અગ્નિ અને બ્રહ્માંડની વાત કરે છે....આ હશે તો માનવજાત નું અસ્તિત્વ ટકી રહેશે. પેઢીઓ થી આપણા અસ્તિત્વ માટે પૃથ્વી નો ભોગ લઈ રહ્યા છીએ. પૃથ્વી ના સંશાધનો પૂરા કરવામાં વ્યસ્ત આપણે પૃથ્વી ને પાછું આપવામાં શરમ અનુભવતા હોઇએ છીએ. જાણે બેંક માં થી લોન લઇને પરત કરવામાં ન માનતી પ્રજા જેવા બનતા જઈએ છીએ. કુદરતનો નિયમ છે કે ઉદાર હાથે આપે છે તો હાથ કાપીને પરત લેતાં પણ આવડે છે. આપણે પરત આપવાનું ભૂલી જઈશું તો કુદરત ને માર્ગ કરતાં આવડે છે. રોજ લાખો કરોડો લીટર પાણી વાપરી નાખીએ તો કુદરતને પરત કરતાં પણ શીખવું જોઈએ. ગરમીથી બચવા એસી ચલાવવા સાથે ગરમ હવા બહાર ફેંકાય છે. ગરમ હવા ઠંડી કરવા ઝાડપાન તો જોઇએ, આપણે બધાને વૃક્ષારોપણ નું ફોટોશેશન ગમે છે, પણ આ છોડને ઉછેરવાની ઝંઝટ ગમતી નથી. એસીમા રહેવું ગમતું હોય તો ઝાટપાન સાથે પ્રેમ કેળવતા શીખવું પડશે. આવનારી પેઢીઓ ને કદાચ એ પણ ખબર નહીં હોય કે દૂધ ફેક્ટરીમાં નથી બનતું, અનાજ કીચનમા નથી બનતું. નવી પેઢીને કુદરત પાસે સતત રાખવી પડશે. નદીઓ અને તળાવો આપણી જવાબદારી છે. આપણે સતત જેની ચર્ચા કરીએ છીએ એ વેદોએ પણ દેવો કરતાં પ્રકૃતિ ને જ મહત્વ આપ્યું છે. વેદની શરુઆત જ અગ્નિમિત્રેથી થઈ છે. આપણા પૂર્વજો કુદરતને જ ભગવાન માનતા હતાં. રામ, કૃષ્ણ, મહાવીર કે બુધ્ધના જીવનમાં સતત કુદરત ના સામિપ્યની જ વાત છે. ગાંધી પણ કુદરતના સામિપ્ય અને કુદરતી ઉપચારો માટે જ પ્રસિદ્ધ હતા.

આજે પૃથ્વી દિવસ, ચાલો વિચારીએ. તમારા માટે ખેતી કરતા કે મજૂરી કરતા થોડા લોકોને મળતા રહીએ. ગરીબના બાળકો ને એકાદ ચોકલેટ તો આપતા રહીએ. જે પૃથ્વી સાથે જોડાયેલા છે, તેને સાચવવાની જવાબદારી તો છેવટે આપણી જ છે.....તુમ્હારી હૈ, તુમ ભી સંભાલો યે દુનિયા, આજે નહીં તો ક્યારે....આ લખતા પહેલા સવારે ચાર કલાક જંગલમાં ફરી આવ્યો, પ્રાર્થના કરી કે સો વર્ષ પછી પણ આવનારી પેઢી માટે આ જંગલ સલામત રહે....માનવીની દોડ શેના માટે છે? શાંતિની શોધ એ અંતિમ લક્ષ્ય છે. શાંતિ માટે માણસ કુદરત પાસે જાય અને જંગલો બચશે નહીં તો માણસ ક્યાં જશે ?

Deval Shastri

Blog by Deval Shastri

Latest Stories