દહેગામ : ગાંધીનગર જીલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ બની “મોત” ની કેનાલ

New Update
દહેગામ :  ગાંધીનગર જીલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ બની “મોત” ની કેનાલ

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ મોતની

કેનાલ સાબિત થઇ રહી છે. એક જ માસમાં 25થી વધારે લોકોએ કેનાલમાં ઝંપલાવીને મોતને વ્હાલુ

કર્યું છે. આમાં એકનો વધારો થયો છે. દસકોઈ તાલુકાના ભરકુંડા ગામના આધેડે કડાદરા

પાસે આવેલી નર્મદા કેનાલમાં 

મોતની છલાંગ લગાવી છે. 

ગાંધીનગર જિલ્લાની નર્મદા કેનાલમાં ઝંપલાવી  છેલ્લા એક માસમાં ૨૫

જેટલા લોકોએ આપઘાત કરી ચુકયાં છે. દસકોઈ તાલુકાના ભરકુંડા ગામના રહીશ રામાજી ઠાકોર

દહેગામ તાલુકા પાસે આવેલી કડાદારાથી મોટા જલુંદ્રા વચ્ચે નર્મદા કેનાલના પુલ ઉપર

સવારે ૭:૩૦ વાગ્યાના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાનુ બાઈક, મોબાઇલ ફોન, પાકીટ અને ચંપલ મુકી

કેનાલમાં કુદી ગયાં હતાં. કેનાલમાં ઝંપલાવી દેનારા રામાજી ઠાકોરનો મૃતદેહ કેનાલના

પાણીમાં તરતો જોવા મળ્યો હતો. રામાજીની ઓળખ તેમના પાકીટમાંથી મળી આવેલાં

આધારકાર્ડથી થઇ હતી. રામાજીની ઉમર ૫૫ વર્ષ હતી.તેમણે કયાં કારણોસર આપઘાત કર્યો

તેની તપાસ પોલીસ ચલાવી રહી છે. નર્મદા કેનાલ ગાંધીનગર જિલ્લાના અનેક સ્થળોએથી પસાર

થાય છે અને લોકો હવે મોતને વ્હાલુ કરવા માટે કેનાલમાં ઝંપલાવવાનો માર્ગ અપનાવી

રહયાં છે. છેલ્લા એક માસમાં જ કેનાલમાં કુદી જઇ 25થી વધારે લોકો આપઘાત કરી ચુકયાં છે ત્યારે કેનાલમાં

ઝંપલાવતા લોકોને રોકવા માટે નકકર પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

Latest Stories