/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/IMG_8020.jpg)
રોજનો અમારો નિત્યક્રમ, સવારે એની સ્કૂલની વાન આવે, એ પહેલાં કંપાઉન્ડના હિંચકા પરથી એ બૂમ પાડે, દાદા, ઓ દાદા હું મારા ઘરના ફર્સ્ટ ફલોરના શયનખંડમાંથી બોલું.
ગુડ મોર્નિંગ. નીચે જઇને એની વાન આવે એેટલીવાર એને ગમે તેવી મસ્તી કરું. રાતે એ નાઇટડ્રેસ પહેરીને નીચે આવે. અમે કંપાઉન્ડમાં ક્રિકેટ રમીએ. કંપાઉન્ડની વોલને એનો ફટકો મારેલો બોલ અડકે એટલે ફોર, કંપાઉન્ડની બહાર બોલ જાય એટલે સિક્સ. ત્રણ ઓવરની મેચ. પચાસ રન થાય એટલે એ બેટ ઉંચુ કરે, ગેમ ઓવર. પછી એ દાદાના પિતાના શયનખંડમાં રિમોર્ટથી એ.સી. ઓન કરે. પંડિત જવાહરલાલ નહેરૂની મુદ્રામાં તકિયે અડેલી બેસે અને આજે કઇ વાતો કહેવાની એ યાદ કરી મને કહે. ત્રણ ઇયળની વાર્તા, ટ્રાયસીકલની વાર્તા, લાયન અને રેટની વાર્તા, હું ગટરમાં પડી ગયો તેની વાર્તા, નાયકકાકાનો એક્સિડેન્ટ થયો એની વાર્તા, અકબર બીરબલની વાર્તા.
એમાંથી એક એ કહે, હું કહું તેટલી વારમાં એની મમ્મી કે પપ્પાનો ફોન આવે, અને એ દોડતો પહોંચી જાય. ક્યારેક મને કહે, દાદા, સીક્રેટ ઇનો કે રસના ઓપરેશન. અમે કિચનમાં જઇ, હું એને ઇનોં અથવા રસનાનું શરબત બનાવી આપું.
બધા જ સબ્જેક્ટમાં એ પ્લસ સાથે એ ફસ્ટમાં આવ્યો સ્કુલમાં જવાનો અને આવાનો ટાઇમ બદલાયો, એની મમ્મી સવારે છ વાગે ઉઠાડે ,તૈયાર કરે હિંચકા પર આવે મને બૂમ પાડે.
મારા તરફથી કોઇ જવાબ ન મળે. સવારે વહેલા ઉઠવાનુ એટલે સાડા નવ ,બહુ તો બહુ તો દસ વાગે એના મીટર પતી જાય. સ્કુલ શરૂ થયાના પહેલા દિવસે અમે બધાને વહેલા ઊઠી બાય બાય કર્યું પછી બપોરે બે ને વીસે આવે ત્યારે અલપઝલપ મળે. જુલાઇ મહિનામાં સ્વૈચ્છીક સંસ્થાઓનું નવું વર્ષ શરૂ થાય. હું રોટરી, જેસીસ, આર.સી સી.,લાયન્સ સાથે સંકળાયેલો એટલે એમના પ્રોજેકટ અને પ્રોગ્રામની મીટીંગોના કારણે ઘરે મોડો આવુ.
અમે સતત ત્રણ રાત્રી મળી ના શક્યા ? એણે મારા પિતાશ્રીને પુછયું,‘‘દાદા બીજે ઘરે રહેવા ગયા છે? ’’મારા પિતાશ્રીએ મને એણે કહેલુ વાકય મને કહયુંને આજે હું સો કામ પડતા મુકીને એની સાથે અડધેા કલાક રમ્યો, રાતે એ સુઇ જાય એ પહેલા ઘેર આવી ગયો વ્યાજનું વ્યાજ કોને વ્હાલુ ન હોય !!