દાળ ઢોકળી

New Update
દાળ ઢોકળી

ગુજરાતીઓ ચિલ્ડ બિયર અને ફડફડતી દાળ ઢોકળી બાઈટીંગમાં ખાય શકે, દાળ ઢોકળી શીંગ દાણા, લીલું કોપરું, ખારેક, લીલા ધાણા અને લીંબુનું એક ચતુર્થાંસ ફાડચૂં નીચવીને શણગારેલી હોય. લાખ રૂપિયાનો સવાલ કે આવી દાળ ઢોકળી બનાવે કોણ ? છે, એક છોકરી. ગુજરાતીમાં જેને જડધા કહીયે એક વાક્યમાં ત્રણ વાર સરસ્વતી વચન બોલે એવા કુંવારા (બ્રહ્મચારી નહિ) , પરણેલા, મહેનતકશ, અમિતાભ બચ્ચન, રેખા, અમોલ પાલેકર અને દબંગ અને હવે સુલતાન ફેઈમ સલમાન જેની રગ રગમાં વહે છે એવા જવાબદાર, અસ્તવસ્ત, સમાજમાં હોય ત્યારે એટીકેટ જાળવે, જેવી બેડી છુટે છે કે એની માને' ...બેન ને'... એમની સ્વરપેટીમાંથી બુલેટની જેમ છુટે એમની વચ્ચે એક છોકરી આ બધાની બાપ થઈને દાળ ઢોકળી બનાવે છે.

સલામ ! છોકરી તને. તારો બાપ, માં, બહેન છે, બધાજ શ્રમજીવી છે. તારું ઘર જે ઝૂંપડું અને લોવર મીડલ ક્લાસના મકાનની વચ્ચેનું હશે, આંખ ખુલે અને આંખ મીચે ત્યાં સુધી મશીનની જેમ તું કામ કરે, દાળ ઢોકળી બનાવે, રોટલી, ભાખરી, વઘારેલી ખીચડી, શાક ચૂંટે, બનાવે, કચુંબર બનાવે, બાઇટિંગ એટલે શું એમાં શું ખવાય, કાંદા ઝીણા, પૈતાવાળા, લીંબુ મરી ગરમ મસાલો નાખેલા બનાવી જાણે. તું જેને માટે જાત ઘસી નાખે એ તને અક્કલની બુઠી, શબ્દોમાં નવાજે પણ તારા મોઢા પર સદાય સ્મિત છલકે. રસોઈ બનાવતા બનાવતા તું એકાએક ગાયબ થાય ! ફ્લેટના કોઈ રૂમમાં જઈને મોબાઈલ પર વાત કરે, ફ્લેટનો દરવાજો ખોલી ગાયબ થાય, એકાએક પ્રગટે. રહસ્યમય લાગે પણ ટાઈમ મેનેજમેન્ટ એમ.બી.એ. ભણેલાને શીખવી શકે એટલી તારામાં કોઠાસૂઝ.

એક કબૂલાત કરી લઉ તું જેને ચાહે તેને ઉશ્કેરી શકે, બાકી ભલભલા છેલબટાઉ કે તને જોઈને ઉશ્કેરાય તેને ઈથરનું પોતું મુકીયે ને કેવી ઠંડક થાય એમ બરફનું ગચ્ચું બનાવી દે.!

તારા હાથની દાળ ઢોકળી ખાધી છે. એ સ્વાદ હજુ દાઢમાં સળવળે છે. છોકરી તું છોકરી નથી સન્નારી છે. સો સો સલામ!

Latest Stories