New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/09173816/maxresdefault-106.jpg)
અયોધ્યાના ચુકાદા સમયે દાહોદવાસીઓએ જાળવી
શાંતિ અને એકતાના દર્શન કરાવ્યાં હતાં. દિવસ દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ બન્યો
ન હતો.
સંવેદનશીલ ગણાતા દાહોદમાં કાયદો અને
વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવી
હતી. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલીંગ કરાઇ રહયું છે.
અયોધ્યાના ચુકાદા પહેલાં જ નગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. કોઇ
અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પુરતા પગલા ભર્યા હતાં. દાહોદ વાસીઓએ પણ
શાંતિ અને એકતાના દર્શન કરાવ્યાં હતાં. આવતી કાલે મુસ્લિમ સમાજનો ઈદે મિલાદનો
તહેવાર હોવાના કારણે પણ સઘન પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
Latest Stories