દાહોદ : કતવારા પોલીસે હાઇવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની કરી ધરપકડ

દાહોદ : કતવારા પોલીસે હાઇવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની કરી ધરપકડ
New Update

આઇસર ગાડીમાં ચોર ખાના બનાવી 3.49.440 રૂપિયાનો ઈંગ્લીશ

દારૂના જથ્થા સાથે બે લોકોને કતવારા પોલીસે ઝડપી પાડ્યા છે.

publive-image

કતવારા પોલીસ હાઇવે ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમ્યાન કતવારા પોલીસને બાતમી મળી હતી કે

કતવારા ગામ તરફથી એક આઈસર ટ્રક નંબર GJ 17 UU 3730માં અંદરના બોડીના

ભાગે ચોરખાના બનાવી તેમાં ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરી ઉપર લોખંડનું પતરૂ મૂકી નટ

બોલ્ટ ચડાવી ઇન્દોર દાહોદ નેશનલ હાઈવે રોડ ઉપરથી દાહોદ તરફ જવાની છે.

તેવી બાતમી આધારે કતવારા બાયપાસ રોડ ઉપર છૂટા છવાયા

વોચમાં રહેલા પોલીસ જવાનો દારૂ ભરેલી આઇસર આવે તેની વોચમાં હતા. તે દરમિયાન દસ

મિનિટની વોચ બાદ બાતમી વાળી આઈસર ટ્રક નંબર GJ 17 UU 3730 કતવારા તરફથી આવતી

જણાતા ટ્રકને ત્યાજ રોકી બે-પંચોના માણસો બોલાવી ઝડતી તપાસ કરતાં આઇસર ટ્રક નંબર GJ 17 UU 3730 માં બનાવેલ ચોર

ખાનામાંથી 75 ખાખી ફૂટટાની પેટીઓ જેના ઉપર કિંગફિશર બિયર લખેલ હતું  કે જેમાં 24 નંગ લેખે 75 પેટીઓમાં કુલ 1800 નંગ બિયર ટીન તેમજ

બીજા છુટ્ટા ટીન મળી કુલ 2184 બિયરના ટીન મળી કિંમત રૂપિયા 3.49.440 નો દારૂ તેમજ ટ્રક

નંબર GJ 17 UU 3230 ની કિંમત ત્રણ લાખ ગની કુલ રૂપિયા 6.49.440ના મુદ્દામાલ સાથે

બે આરોપીઓ પકડી પડી. આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

#Dahod
Here are a few more articles:
Read the Next Article