દાહોદ : રાજમાર્ગો પર રખડતાં ઢોરોએ જમાવ્યું પોતાનું "રાજ", મોડી રાતે 2 આખલાઓએ મચાવી ધમાલ

New Update
દાહોદ : રાજમાર્ગો પર રખડતાં ઢોરોએ જમાવ્યું પોતાનું "રાજ", મોડી રાતે 2 આખલાઓએ મચાવી ધમાલ

દાહોદ શહેરના રાજમાર્ગો પર ગત રાત્રે 2 આખલાઓ બાખડ્યા હતા. જોકે મોડી રાત હોવાથી માર્ગ પર કોઇની અવરજવર ન હતી. જેના કારણે કોઈપણ પ્રકારનું નુકશાન થયું ન હતું.

દાહોદ શહેરના રાજમાર્ગો પર છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરોએ પોતાનો અડિંગો જમાવ્યો છે. એક તરફ દાહોદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડી પાંજરે પૂરવાની વાતો કરાઈ રહી છે, ત્યારે બીજી તરફ દાહોદના રાજમાર્ગો પર આખલાઓ ધમાલ કરતા જોવા મળ્યા હતા. જેમાં ગત રાત્રિના સુમારે 2 આખલાઓ બાખડ્યા હતા. જોકે મોડી રાત હોવાના કારણે માર્ગ પર કોઇની અવરજવર ન હતી. જેથી સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકશાન થવા પામ્યું ન હતું.

દાહોદમાં રસ્તે રખડતાં ઢોરોનો રાજમાર્ગો ઉપર જમાવડો જોવા મળી રહ્યો છે, ત્યારે નગરપાલિકા દ્વારા ક્યારે આ રખડતા પશુઓને પાંજરે પૂરાશે તેવી અટકળોએ પણ ભારે જોર પકડ્યું છે. જોકે હવે વહેલી તકે રખડતાં ઢોરોને પકડી લેવામાં આવે તેવી દાહોદના નગરજનો માંગ કરી રહ્યા છે.

Latest Stories