/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/12214007/maxresdefault-139.jpg)
બહાર ગામના કિન્નરને દાહોદના કિન્નરોના અખાડામાં સમાવવાની ઓફર લઈને આવેલા યુવકને કિન્નરોના સમૂહે ઢોર માર મારી વરઘોડો કાઢતો વીડીયો વાઇરલ થયો છે.
તાજેતરમાં જ
દાહોદ-ઉજ્જેન મેમુ ટ્રેનમાં બક્ષિશ માંગવા બાબતે થયેલ ઝઘડામાં એક કિન્નરનું ચાલુ
ટ્રેનમાંથી પડી જતાં મોત થયું હતું. કિન્નર સમાજનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. હિંમતનગરથી દાહોદ આવેલો રિયાઝ અલી નામક
યુવાન પોતાની સાથી કિન્નરને દાહોદના અખાડામાં સામેલ કરવાના ઇરાદા સાથે આવ્યો.
રિયાઝ અલીને કિન્નરો દ્વારા દર્પણ રોડ ખાતે આવેલ અખાડા પર બોલાવી તેની રજુઆત
સાંભળતાની સાથે જ તેની જોડે મારપીટ કરી હતી. ત્યાર બાદ તેને રિક્ષામાં બેસાડી ગોદી
રોડ ખાતે આવેલ કિન્નરોના મંદિરે લઇ જવામાં આવ્યો હતો. કિન્નરો દ્વારા યુવકને
ઢોરમાર મારતા મારતા તેનું સરઘસ કાઢી દાહોદ શહેર પોલીસ મથકમાં સોંપી દીધો હતો.
દાહોદના
કિન્નરોના જણાવ્યા અનુસાર, હિંમતનગરથી
આવેલો યુવાન છેલ્લા કેટલાય દિવસથી અમારી પૂછપરછ કરી અમારા કિન્નરોને છરી દેખાડી
જાનથી મારી નાખવાની ધાક ધમકી આપતો હતો તેમજ હમણાં થોડા દિવસ અગાઉ જ એક કિન્નરની
હત્યા કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. પોલીસ મથકે બન્ને પક્ષે સમાધાનની વાત ચાલતા
પોલીસ ફરિયાદ થવા પામી ન હતી. જો કે આ યુવાનને કિન્નરો દ્વારા જાહેરમાં માર મારી
તેનું સરઘસ કાઢવામાં આવતા વિષય ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.