/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-33.jpg)
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ ખરાબ
છે. એક તરફ, સામાન્ય
લોકોએ ઝેરી હવાના આગોશમાં જીવવું પડે છે, ત્યારે રાજકીય વર્તુળોમાં એકબીજા પર આરોપ
લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સોમવારે સવારે, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ
પ્રદૂષણના મુદ્દે ટિ્વટ કર્યું હતું અને સરકારોને આડે હાથે લીધી હતી. પ્રિયંકાએ
પોતાના ટ્વીટમાં લંડનના સ્મોગનો પણ ઉલ્લેખ કર્યો છે. 1952ની સાલમાં લંડનમાં ધુમાડાના કારણે 12 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવી દીધાં
હતાં.
દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદુષણ
ચરમસીમાએ પહોંચી ગયું છે જેના કારણે જન જીવન પર વ્યાપક અસર પહોંચી છે. હવા
પ્રદુષણના મુદે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખ્યું કે, 'આજે પ્રદૂષણના મુદ્દે ગંભીરતાથી
વિચારવાની જરૂર કેમ છે? દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, કાનપુર, બનારસ, લખનઉ સહિતના ઘણા શહેરોમાં હવા ઝેરી રહે
છે. આ હવામાં અમારા બાળકો શાળાએ જાય છે, આ હવામાં મજૂર અને સામાન્ય લોકો કામ કરવા
નીકળે છે.તેમણે 1952 માં લંડનમાં
એક ભયાનક ધુમાડાથી 12000 લોકો માર્યા
ગયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે એક પ્રયાસ આપણે પ્રદૂષણ સામે પણ
કરવો પડશે, સ્વચ્છ હવા
આપણો અધિકાર છે અને આપણી જવાબદારી પણ.
તમને જણાવી દઈએ કે દિવાળી પછીથી
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. હવા સતત ઝહરીલી બની રહી છે, લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો
છે. પરંતુ દિલ્હી અને કેન્દ્ર સરકારમાં એકબીજા સામે શ્રેણીબદ્ધ આરોપોનો સિલસિલો
યથાવત છે.
દિલ્હી સરકાર સતત આ પ્રદૂષણ માટે પંજાબ
અને હરિયાણાના ખેડુતો દ્વારા બાળવામાં આવી રહેલી પરાલીને જવાબદાર ગણાવી રહી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઉત્તર ભારતના પ્રદૂષણને ફક્ત દિલ્હી ઠીક નથી કરી સકતી, કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને સાથે
લાવવા જોઈએ.