New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/06175130/hqdefault.jpg)
કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં સરકારી અધિકારીઓને મોંઘવારી ભથ્થુ ચુકવાયું ન હતુ. છેલ્લા 6 મહિનાથી મોંઘવારી ભથ્થું નથી ચુકવાયું ત્યારે દિવાળી નિમિત્તે સરકારી અધિકારીઓને 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવશે.
કોરોનાની મહામારીને કારણે અનેક કામ અટવાયા હતા. ભારત સરકારના નિયમ મુજબ 5 ટકા ભથ્થુ કર્મચારીઓને ચુકવાશે. 6 મહિનાનું મોંઘવારી ભથ્થું બાકી હતુ, રુા. 464 કરોડ ને ખર્ચે 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચુકવાશે. વર્ગ ચારના અધિકારીઓને રૂા. 3500નું બોનસ મળશે.