દેવભુમિ દ્વારકા : મહા વાવાઝોડા પહેલા દરિયામાં કરંટ, માછીમારો લઇ રહયાં છે જોખમ

New Update
દેવભુમિ દ્વારકા : મહા વાવાઝોડા પહેલા દરિયામાં કરંટ, માછીમારો લઇ રહયાં છે જોખમ

મહા વાવાઝોડાના કારણે માછીમારોની હાલત દયનીય બની છે. માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો હોવાથી તેઓની રોજગારી છીનવાઇ ચુકી છેે. પેટનો ખાડો પુરવા માટે તેઓ તોફાની બનેલા દરિયામાં કિનારા પર માછીમારી કરી રહયાં છે. દેવભુમિ દ્વારકા જિલ્લામાં કઇક આવા જ દ્રશ્યો જોવા મળી રહયાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારા પર હાલ

સેંકડોની સંખ્યામાં બોટો લાંગરેલી જોવા મળી રહી છે અને તેનું કારણ છે મહા

વાવાઝોડુ.  વાવોઝોડાના કારણે 100 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઇ છે. દરિયાના કારણે દરિયામાં

કરંટ જોવા મળી રહયો છે જેના કારણે માછીમારોને દરિયો નહિ ખેડવા સુચના આપવામાં આવી

છે. દ્વારકા જિલ્લા ના રૂપણ બંદર દરિયાઈ વિસ્તારમાં દરિયા કાંઠે માછીમારોએ તેમની

બોટો લાંગરી દીધી છે.  3,500 જેટલી બોટ હાલ દ્વારકા જિલ્લા ના ઓખા , રૂપણ બંદર , સલાયા , વાડીનાર , ભરાણા સહિત ના દરિયા કિનારે જોવા મળી રહી છે.

દરિયામાં જવા પર પ્રતિબંધ હોવાથી માછીમારોની રોજગારી છીનવાઇ ચુકી છે અને તેઓ માટે

પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે એક સવાલ બની ગયો છે ત્યારે તોફાની બનેલા

દરિયાની વચ્ચે ઉભા રહી કેટલાક માછીમારો માછીમારી કરી રહયાં છે. 

Latest Stories