દોસ્ત

New Update
શુભ – લાભ

ઢાઇ અક્ષર પ્રેમ કે. પ્રેમ શબ્દની આંખમાં આંખ પરોવીને, ખભે હાથ મુકીને શબ્દકોશનો બીજો કોઈ શબ્દ ઊભો રહી શકે તો એ શબ્દ છે : દોસ્ત, મિત્ર, ફ્રેન્ડ.

વિજાતિય સંબંધમાં સૌ પ્રથમ પાંગરે મિત્રતા. એકબીજા વગર ચાલશે નહિ એવું લાગે એટલે પ્રેમના અંકુર ફૂટે. જો આ અંકુર ને વટવૃક્ષ બનાવવું હોય તો વિજાતિય મિત્રો પતિ-પત્નીના સંબંધે બંધાય, જીવનભર સાથે રહેવાના કોલ એકમેકને આપે ત્યારે એક્વાતની મનમાં ગાંઠ વાળે કે વી આર ફ્રેન્ડ આપણે મિત્રો હતા, છીએ, હંમેશા રહીશું.

પેટ છૂટી વાત માત્ર દોસ્તોને કહી શકાય. બાકીના બધાજ સંબંધમાંથી જો દોસ્તની બાદબાકી કરશો ખાનગી શબ્દ સંબંધોમાં લક્ષ્મણ રેખા દોરતો રહેશે. કારણ મનની વાત કહેતા એ વાતનો ખટકો રહેશે કે જો હું સત્ય કહીશ તો સમાજ અમને જે સંબંધમાં જુવે છે, એ રીતે સૌથી પહેલાતો જાતેજ હું કહેનાર વ્યક્તિને સ્વીકારી શકીશ, આવું તો કંઈ કરાય ? શંકા, કુશંકા, ભ્રમ, અપરાધભાવ, અંધારામાં રાખ્યો, તને આવો વિચાર કેવી રીતે આવ્યો ? યુ ચીટ મી, મુઝ સે ગદ્દારી જેવા સેંકડો શબ્દો ગુંગળાવી નાંખશે ક્યાંતો તમે બોલીને ભૂકંપ સર્જશો.

બી અ ફ્રેન્ડ. સ્વીકારો એ મિત્રને એની ખામી અને ખૂબી સાથે સંપૂર્ણ. મિત્રના ખભે થબ્બો મારી આલિંગન આપી, હગ કરી એને શાબાશી આપવાનો અધિકાર છે એટલો એને સણસણતો તમાચો મારવાનો, ગાળ દેવાનો અધિકાર છે. દોસ્તોમાં વન વે હોતો જ નથી. એના ખોળામાં માથા મૂકી આંસુ સારી શકાય એના ખભા પર માથું મૂકી ચૂમી શકાય.

Latest Stories