ન ભૂતો ન ભવિષ્યતિ : બાહુબલી ઘી કન્કલુઝન

New Update
ન ભૂતો ન ભવિષ્યતિ : બાહુબલી ઘી કન્કલુઝન

રૂ. 180/-માં 18.44 ટકા એન્ટરટેનમેન્ટ ટેક્સ સરકારશ્રીને આપીને બાહુબલી-2 ઘી કન્કલુઝન જોઈને આ બ્લોગ લખું છું. મારી સાથે મારો પરિવાર હતો.

અમરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ બાહુબલીનો અભિનય કરનાર પ્રભાસ મારામાં પ્રવેશે નહીં ત્યાં સુધી બાહુબલી-2 વિષે લખાય નહીં.

'કટપ્પાને બાહુબલી કો કયું મારા' એ રહસ્ય ભાગ-2માં ખુલ્યું. લાખો સિનેમાપ્રેમીઓએ શુક્રવાર 28મી એપ્રિલ-2017થી સિનેમાઘરમાં પ્રદર્શિત આ ફિલ્મ ગુરુવાર સુધીમાં જોઈ હશે.

ભારતીય ફિલ્મનો ઇતિહાસ લખવો હોય તો બાહુબલી-1 પહેલા અને બાહુબલી-2 પછી લખવો પડે એવી આ ફિલ્મ છે.

દિગ્દર્શક એસ.એસ.રામમૌલીએ હિન્દુસ્તાનનો ઇતિહાસ, વેદ,ઉપનિષદ, પુરાણનો તલસ્પર્શી અભ્યાસ કર્યા પછી બે પાર્ટમાં ફિલ્મ બનાવવાનો ઉચિત નિર્ણય કર્યો હશે. જે સિનેમા દર્શકોએ પહેલો ભાગ નથી જોયો એમને જોવા મજબુર કર્યા છે.

બાહુબલી-2માં માહિષ્મતી સામ્રાજ્યનો ઉલ્લેખ છે એ નર્મદા નદીના તટ પર અવન્તિકા સામ્રાજ્યની વૈભવશાળી નગરી હતી.ઇંદોરની પાસે માહેશ્વર નામથી જાણીતી છે. ખળખળ વહેતી મા નર્મદા એની સાબિતી છે. બાહુબલી-2 ફિલ્મ નથી, ઇતિહાસ છે, શંખનાદ છે.

ગુગલ પર ત્રણ પાનાનો બાહુબલી-2નો રેકોર્ડ છે. 20 ટાઇટલ છે. જેમાં 122 નામ છે. એ આપ જોઈ લેશો.

Bahubali-2-The-Conclusion13-2-1-322x234

પ્રભાસ હિરો, એનો ભાઈ ભલ્લાદેવ (રાણા દુગ્ગુ બટી), દેવસેના (અનુષ્કા શેટ્ટી), અવન્તિકા(તમન્ના ભાટિયા), કટપ્પા (સત્યરાજ) આ સિવાયના કલાકારો એવા જેમને યથાયોગ્ય સ્ક્રીન પ્લે મળેલું છે. પહેલેથી છેક છેલ્લે સુધી ગ્રામવાસીઓના માથાના વાળ સફેદ થાય ત્યાં સુધી એજ ચહેરા, એજ પાત્રો. રાજમૌલીની આ કમાલ છે. હિન્દી,મલાયલમ,તમિલ,તેલુગુમાં ડબ કરી ફિલ્મ રિલીઝ કરવી એ 1000 દિવસનું આયોજન દાદ માંગી લે છે. મનોજ મુન્તશીરે હિન્દીમાં ડાયલોગ લખ્યા. સંગીતકાર એમ.એમ.કિશબાની.

હિરો બાહુબલી છવાય જાય પણ એનો ભાઈ ભલ્લાદેવ (રાના દુગ્ગુહટી)એ પણ બળવાન રાજા, મહારાજની પ્રજાલક્ષી કે ઐયાશીમાં હાથમાં આવેલું રાજ ગુમાવવું પડે ત્યારે મહાભારત યાદ આવે, યુધિષ્ઠિર અને દુર્યોધન નજર સામે સળવળે. પિતાનું પાત્ર શકુનિને માત કરે. શિવગામી(રમ્યા ક્રિશ્નન) લાજવાબ યુદ્ધપ્રધાન ફિલ્મ, છતાં મારી સાથે છ વર્ષનો પૌત્ર તથ્ય કે પીનાભાભી આઇનોક્સની પુશબેક ચેરમાં અઢેલીને બેસી ન શકે એટલા ફિલ્મ જોતી વખતે ગરકાવ થાય એ જ પુરવાર કરે છે બાહુબલી-2 ન ભૂતો ન ભવિષ્યતિ.

તલવાર, ભાલા, તીર, ગદા, કુસ્તી, લોખંડની સાંકળ સાથે લોખંડના ગોળા બાંધીને યુધ્ધ,નખશીખ ઢાલ સાથે સશસ્ત્ર સૈનિકો વર્તુળાકારે ઊભા રહે અને અગનગોળાની જેમ મહેલની દિવાલો ઓળંગી દે એ દ્રશ્ય જોતા દર્શકો અચૂક કરતલધ્વનિ કરવા મજબુર બને છે. માથાથી તલવારના એક ઝાટકે ધડ જુદુ કરી નાખવું, જંગલી ભૂંડને તીરંદાજીથી વીંધવા, આખલા રથની પ્રચંડ ગતિ, 35 મિનિટ સુધી એકધારું યુધ્ધ સ્ક્રીન પર જોતા બેધ્યાન ન થવાય. બાહુબલી એ સુપરમેન, બેટમેન,હોલીવુડના લોકપ્રિય સ્ટંટબાજોને ભૂ પીતા કરી દીધા. સળગતા શીંગડાધારી ચોપગા પ્રાણીઓના ઝુંડસૈનિકો પર તૂટી પડે છે એ દ્રશ્ય શ્વાસ અધ્ધર કરી દે.

રાજગાદીના પેંતરા, સોદાબાજી, કપટ, લુચ્ચાઈ, બેશર્મીની સાત પાતળને શરમાવે. રાજ્યાભિષેકની ભવ્યતા 16 અશ્વોની બગીમાં ભલ્લાદેવની પધરામણી વખતે સૈન્ય તરફથી અપાતી સલામી ભવ્યાતિભવ્ય છે. બાહુબલી -1 માં જે સોનાની મૂર્તિની સ્થાપના બતાવી હતી તે મૂર્તિ બાહુબલી-2માં ચકનાચૂર થઇ ધસમસતા પાણીમાં વહી જાય એ દ્રશ્યથી ફિલ્મનો અંત આવે.

સંવાદ :

શિવગામિની: શિવગામિકી બહુ પર ઇતના અહંકાર આકર્ષક લગતા હૈ.

કટપ્પા : જો અપની પત્ની કી હત્યા કે બારે મેં સોચે ઉસકી બુધ્ધિ અપાહિજ હી હોતી હૈ

મહારાજ : તુમને સુન લીયા

કટપ્પા : નહિ પ્રભુ કુત્તા હૂ ન સુંઘ લીયા

યુધ્ધ કૌશલ્યમાં અમરેન્દ્ર હોય કે મહેન્દ્ર બાહુબલી એને કોઈ નહિં પહોંચે. હિન્દી સિનેમાના ઇતિહાસમાં સિનેમાં કડકડાટ સંસ્કૃતમાં આદેશ આપતા કલાકરો જોયા. સ્ત્રીને સ્વાભિમાની રજૂ કરવી અને વચનનું અભય પાલન કરતો પ્રેમી એની અપેક્ષાને પૂર્ણ કરે સ્ત્રીનું ગૌરવ સ્થાપિત કરે એવી કથા બાહુબલી છે. દેવસેનાને વહાણમાં બેસાડવા બાહુબલી પાણીમાં ઉતરી એને કિનારેથી વહાણમાં જવા માટે ખભાનો સેતુ બનાવે, વહાણ પાણીમાં, હવામાં, વાદળમાં વહન કરે એ દ્રશ્યો અદ્દભુત છે.

બાહુબલી-2 કન્કલુઝનની આવકમાંથી દિગ્દર્શક રાજામૌલીએ સરહદના જવાનોને પહેલા દિવસની રકમ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અર્પણ કરીને હિન્દી ફિલ્મ જગતમાં અનુકરણીય પ્રયોગ પ્રસ્થાપિત કર્યો છે.

Latest Stories