નડિયાદ : સરદાર વલ્લભભાઇ પટેલના માદરે વતનમાં રન ફોર યુનિટી

New Update
નડિયાદ : સરદાર વલ્લભભાઇ પટેલના માદરે વતનમાં રન ફોર યુનિટી

સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે નડિયાદમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું. ઇપ્કો હોલ ખાતેથી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દોડનો પ્રારંભ કરાવ્યો.

અંખડ ભારના શિલ્પી સરદાર પટેલની 144 મી જન્મ દિવસે નડિયાદ

ખાતે રન ફોર યુનિટી યોજવામાં આવી હતી. જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ખાસ હાજરી

આપી હતી. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિતના મહેમાનોએ દોડને લીલી ઝંડી બતાવીને

પ્રસ્થાન કરાવ્યું હતું. ઇપ્કો હોલ ખાતેથી શરૂ થયેલી રન ફોર યુનિટીમાં મોટી

સંખ્યામાં શહેરીજનો વિવિધ બેનર્સ સાથે જોડાયાં હતાં. સરદાર વલ્લભભાઇ પટેલની  3 પેઢી ના તેમના પૌત્ર પ્રદીપભાઈ દિનુભાઈ દેસાઈ ને મળવા ભુપેન્દ્રસિંહ ચુડાસમા

અને દેવુસિંહ ચૌહાણે તેમના નિવાસ્થાનની મુલાકાત લીધી હતી. નિવાસસ્થાનમાં રાખવામાં

આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની સ્મૃતિઓને પણ મુલાકાતીઓએ નિહાળી હતી. 

Latest Stories