/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/21180400/vlcsnap-2019-12-21-17h56m26s475.jpg)
ABVP દ્વારા નડીયાદમાં જિલ્લા કક્ષાએ કાર્યક્રમ યોજી સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારને સામે લડવા માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા.
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીયાદ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા શાળા - કોલેજની છોકરીઓને શારીરિક અને માનસિક રીતે લડવા માટે તૈયાર કરવાની પ્રરીક્ષણ આપવામાં આવ્યું હતું જેમાં હાલમાં દેશ માં મહિલા અને યુવતીઓ ઉપર થતા અત્યાચાર થી બચવા માટે સેલ્ફડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. ત્યારે તેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દ્વારા મિશન સાહસી 2019 ને લઈને એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદના ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા (NYKS) , ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડીઆદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ પરુંલબેન મોદી (ABVP), મહેમદાવાદના
ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ તેમજ શાળા -કોલેજઅના વિદ્યાર્થીનીઓ અને તેમના સંચાલકો
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.