/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13164552/maxresdefault-150.jpg)
ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત સુપ્રસિધ્ધ સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીના દિવસે એક લાખ અગિયાર હજાર દિવડાનો શણગાર કરવામાં આવ્યો હતો. ભવ્ય નજારાને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ નડિયાદ સ્થિત સુપ્રસિધ્ધ સંતરામ મંદિર ખાતે દેવ દિવાળી નિમિતે સમગ્ર મંદિરને દિવડાઓથી શણગારવામાં આવ્યું હતું. એક લાખ અગિયાર હજાર દીવડાઓના પ્રકાશથી સમગ્ર મંદિર સુશોભીત કરવામાં આવ્યું હતું. દેવ દિવાળી નિમિતે આકાશમાં આતશબાજી પણ કરવામાં આવી હતી. મંદિરના મહંતે જણાવ્યુ હતું કે, તેલ અને ઘીથી તમામ દિવા કરવામાં આવતા હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં દિવા અને પ્રકાશનું અનેરૂ મહત્વ રહેલું છે. કહેવાય છે કે, આ દિવડાનું અજવાળું મનુષ્યના જીવનમાં દુ:ખના અંધકાર દૂર કરી સુખનો પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે, ત્યારે એક લાખ અગિયાર હજાર દિવડાના શણગારનો દિવ્ય નજારો નિહાળવા માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.