/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/06131115/maxresdefault-55.jpg)
સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું સ્મારક બન્યું હોવાનું આર્કિયોલોજિકલ વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્વે ઓફ ઈન્ડિયામાં બહાર આવ્યું છે. કમાણીની બાબતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તાજ મહેલને પણ પછાડી દીધો છે. તાજમહેલની ગણના વિશ્વની અજાયબીઓમાં થાય છે.
31 ઓક્ટોબર 2018માં લોકાર્પણ થયેલ આ સ્ટેચ્યુ ખાતે એક વર્ષમાં 28 લાખથી વધારે પ્રવાસીઓ નોંધાયા છે જેનાથી સરદાર વલ્લભભાઇ
પટેલ એકતા ટ્રસ્ટને 75 કરોડ રૂપિયાથી વધુની આવક થઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આવકના મામલામાં પ્રથમ
વર્ષે જ દેશના અન્ય સ્મારકોને પાછળ છોડી દીધાં છે. વિશ્વની અજાયબીમાં ગણાતા પ્રેમના પ્રતીક એવા
તાજમહેલની આવક પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં ધટી છે.
આર્કિયોલોજિકલ વિભાગ દ્વારા સર્વે ઓફ ઈન્ડિયામાં આ બાબત ઉભરી આવી છે. સૌથી વધુ પ્રવાસીઓ આ વર્ષે તાજમહલ પર ચોક્કસ નોંધાયા છે, પરંતુ આવકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તાજમહલને પાછળ છોડી દીધો છે. સર્વેની વિગતો પર નજર નાખવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક 75 કરોડ રૂપિયા, તાજ મહેલની આવક 56 કરોડ રૂપિયા, આગરા ફોર્ટની આવક 30.55 કરોડ રૂપિયા, કુતુબ મિનારની આવક 23.46 કરોડ રૂપિયા, ફતેહપુર સિક્રીની આવક 19.04 કરોડ રૂપિયા અને લાલ કિલ્લાની આવક 16.17 કરોડ રૂપિયા નોંધાઇ છે. જો કે પ્રવાસીઓના મામલામાં તાજ મહેલ 28.44 લાખ પ્રવાસીઓ સાથે અગ્રેસર રહયો છે.