/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Sp-Story-photo.jpg)
ઓઝ ગામે આજથી અર્ધકુંભ મેળો શરૂ થયો છે. અર્ધકુંભ મેળા દરમિયાન નર્મદા નદીના કંકરમાં શિવલીંગનો આકાર દેખાતાં તેની પૂજા કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે. ઓઝ ગામમાં રામ ભગવાને વનવાસ દરમિયાન રાત્રિવાસ કરી રામેશ્વર મહાદેવની સ્થાપના કરી હોવાની માન્યતા પ્રવર્તે છે. જ્યારે માર્કંન્ડ ઋષિને આ તપોભૂમિ હોવાનો ભાસ થતાં તેમણે ઓઝ ગામે શિવલીંગની સ્થાપના કરીને હજારો વર્ષ તપ કર્યું હતું. આ મહાદેવને માર્કંન્ડેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ઓઝનું બીજુ નામ અવધૂતપુરી તરીકે જાણીતું છે. આ જગ્યાએ માર્કંડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ જગ્યાએ દર અઢાર વર્ષે ભરાય છે. દર બાર-અઢાર વર્ષે અધિક જેઠ માસમાં ઓઝ ગામમાં અર્ધકુંભ મેળો યોજાય છે. જે મેળામાં નર્મદા સ્નાન અર્થે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુ ઉમટે છે અને નર્મદા સ્નાન અને પૂજન તથા મહાદેવના મંદિરોના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
માર્કંડેશ્વર મહાદેવનું મહાત્મ્ય
આજથી વર્ષો પહેલા માર્કંડ ઋષિ જ્યારે નર્મદાની પરિક્રમાએ નીકળેલા ત્યારે નર્મદાની પરિક્રમા કરતાં કરતાં જુનુ પુરાણું ઓઝ (અવધપુરી) નર્મદા નદીના પરમ તીર્થ ખાતે રાતવાસો કરેલો. દરમિયાન એમને આ જગ્યા એવી પવિત્ર તપોભૂમિ છે એવો ઋષિને ભાસ થયો હતો. જેથી માર્કંડઋષિએ હજારો વર્ષ સુધી તલ્લીન થઇ અહીયાં તપ કરેલું એ તપને આધિન થઇને તમામ દેવતાઓને અહીં આવવું પડયું હતું. જ્યારે અધિક જેઠ આવે છે ત્યારે માર્કંડઋષિના તપોવન લીધે અત્યારે પણ અનેક રૂપે દેવતાઓ આ જગ્યાએ આવીદર્શનનો લાભ લે છે. ભારતવર્ષમાંથી નર-નારીઓ અધિક જેઠનું મહાત્મ્ય સમજીને આ જગ્યાએ દર્શનનો લાભ લેવા માટે આવે છે.
કર્કટેશ્વર તીર્થ મહાત્મ્ય
અયોધ્યાપુરી (ઓઝ) તીર્થથી અડધા માઈલને અંતરે બીજુ એક ઉત્તમ સ્થાન કર્કટેશ્વર તીર્થ આવેલું છે. એક કર્કટક (કરચલો) પાપમુકત થઇ આ સ્થાનેથી શિવલોકમાં ગયો હતો. પ્રાચીનકાળમાં કાશીમાં એક જયંત નામનો રાજા થઇ ગયો. પોતાના રાજ્યકાળ દરમ્યાન ઘણા ધનવાન બ્રાહમણોનું ધન લઇને અંતે મૃત્યુ પામ્તો અને વિંધ્યાચલ તટમાં કર્કટ થઇને જન્મ્યો. બહુ પરાક્રમવાળો કરચલો બધા પ્રાણી અને મનુષ્યોનો પણ નાથ કરવા લાગ્ય. આમ એણે ત્રીસ હજાર વર્ષ પુરા કર્યા.
પરંતુ નર્મદા તટના સ્પર્શ માત્રથી આ પાપી કરચલો જીવનમુક્ત થયો અને શિવસ્વરૂપ પામ્યો. આજુબાજુમાં ખૂબ આડ્ઢર્ય ફેલાઇ ગયું. આવા મોટા શકુની પક્ષીરાજ અને અદભુત કરચલાને જાવા એકઠા મળેલા લોકોના આડ્ઢર્ય વચ્ચે એમણે આ સ્થાને એક નવીન લીંગ ઉભું થતું જાયું અને એ કરચલો પોતાના ભૌતિક દેહમાંથી શિવલીંગમાં લીન થયો. શકુની પણ આ રીતે પોતાના ભક્ષ્ય કરચલાને આમ શિવમય થતો જાઇ આડ્ઢર્ય સાથે નિરાશ થઇ પોતાને માર્ગ વળયો. લોકોએ આ તીર્થનું નામ કર્કટેશ્વર રાખ્યું.