/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault28.jpg)
જંગલોનું નિકંદન અને વધતું જતું ગામડાઓનું શેહેરીકરણના કારણે પ્રાચીન સમયના વનો અદ્રશ્ય થયા છે, ત્યારે ગુજરાત સરકારે વનોનું મહત્વ સમજીને રાજ્યમાં ૧૨ જેટલા વનોનું નિર્માણ કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. નવસારી જીલ્લાના ભીનાર ગામે જાનકી વન સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દિવાળી વેકેશનની રજા આનંદ કરવાનો ઉત્તમ સમય બની રહે છે. જેમાં લોકો કુદરતની કુદરત ગણાતા વનોની મુલાકાત કરવાનું અચૂક ચુકતા નથી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે માજી મુખ્યમંત્રી આનંદી પટેલે લોકાર્પણ કરેલ જાનકી વનમાં સેહલાણીઓનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. સાથે જ શેરડી ધામે જતા પદયાત્રીઓ પણ જાનકી વનના સોંદર્યની મજા લઈને સાઈબાબાના દર્શને નીકળે છે. જાનકી વન આવી સેહેલાણીઓના મન પ્રફુલિત થઇ જાય છે.
રાજ્ય સરકારે ગુજરાતમાં ૧૧ વન બનાવી હરિયાળી ક્રાંતિ કરી છે, જેમાં વન મહોત્સવના દિને નવસારી જિલ્લાને ૧૨મું વન અર્પણ કરીને લોકોમાં વનપ્રત્યે જાગૃતિ લાવવાનો અથાગ પ્રયત્ન કરીને દક્ષિણ ગુજરાતના લોકોને હરવા ફરવાનું અનોખા ધામની ભેટ આપી છે. વિશ્વના વૈજ્ઞાનિકો માથે આવેલ મહા મુસીબત ગણાતી ગ્લોબલ વોર્મિંગ પડકારરૂપ સાબિત થઇ રહી છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગ નામનો દેત્ય કંટ્રોલમાં આવવાનું નામ નથી લેતો, તેવા સમયે વૃક્ષો અને વનોનું નિર્માણ આવા દેત્ય સામે લડીને વાતવરણને બદલવાનો રામબાણ ઈલાજ સાબિત થશે. તે માટે વૃક્ષો અને વનો ઉભા કરવા અતિ આવશ્યક બન્યું છે. દેશ કે વિશ્વમાં વૃક્ષ એ જીવનનું સૂત્ર બની જીવન ટકાવી શકે તેમ છે.