નવી કાર પર 'FASTag' લાગવવુ ફરજિયાત બનશે 

New Update
નવી કાર પર 'FASTag' લાગવવુ ફરજિયાત બનશે 

રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયે આગામી પહેલી ડિસેમ્બરથી નવી વેચાયેલી કારમાં 'ફાસ્ટેગ' નામનું સાધન ફિટ કરવાનું ફરજિયાત કર્યું છે. સેન્ટ્રલ મોટર વ્હિકલ રૃલ્સ 1989માં સુધારો કરીને બનાવાયેલ આ નિયમમાં જણાવવામાં આવ્યુ છે કે જો ઉત્પાદક વિન્ડશિલ્ડ વિના જ વાહન વેચે તો ખરીદનારે તેનું રજિસ્ટ્રેશન કરતા પહેલા આ સાધન ફિટ કરાવવાનું રહેશે.

ફાસ્ટેગ (FASTag)એ રેડિયો ફ્રિકવન્સી ટેકનોલોજી પર આધારિત છે તે ટોલ ટેક્સ ચૂકવવા માટેનું ઝડપી સાધન છે. ટોલ પ્લાઝામાં પસાર થતા વાહનો રોક્યા વિના જ આ સાધન દ્વારા ટોલટેક્સ ચૂકવાઇ જાય છે. કાર ટોલ પ્લઝા માંથી પસાર થાય ત્યારે વિન્ડશીલ્ડ પર લગાવેલા ફાસ્ટેગની ઓટોમેટિક ચકાસણી થઇ જાય છે અને બેન્ક એકાઉન્ટ માંથી પૈસા કપાઇ જાય છે. આ સાધન ઝડપી ટોલટેક્સ પેમેન્ટ કરવાનું ઉપયોગી છે. કાર ચાલકે રોકડા નાણા રાખવા નહીં પડે કે કાર પણ થોભાવવી નહીં પડે. ફાસ્ટટેગ ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ વિગેરે માંથી રિચાર્જ થઇ શકે છે.

આ નિયમથી કાર ઉત્પાદકોને વધુ ફરક નહીં પડે નવી લગભગ તમામ કારમાં આરએફ આઇડી હોય છે. ફાસ્ટેગને તેની સાથે લિન્ક કરવું પડશે. જૂના વાહનો ધરાવતા લોકોના આ સાધન ખરીદવું ફરજિયાત નથી પરંતુ તેઓ સમય બચાવવા ઇચ્છતા હોય તો ખરીદી શકે છે. ટોલ પ્લાઝામાં ટોલની ચૂકવણી એકદમ સરળ બનાવતા આ સાધનથી વડાપ્રધાન મોદીની ડિજીટલ ઇન્ડિયાને વધુ વેગ મળ્યો છે. ટોલ પ્લાઝા પર થતી વાહનોની ભીડ અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ પણ આવશે.

Latest Stories