New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/Sudha_Murthy1.jpg)
ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિને સૌ કોઇ સારી રીતે જાણે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમની સફળતા પાછળ જે નારી હાથ છે તે તેમના ધર્મપત્ની સુધા મૂર્તિ છે.
સુધા મૂર્તિ ખૂબ જ બુધ્ધિશાળી અને પ્રતિભાશાળી મહિલા છે. પોતાના અભ્યાસકાળ દરમિયાન તેમણે બી.ઇ. અને એમ.ઇ.બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ટાટાની TELCO કંપનીમાં પસંદગી પામેલા પહેલા મહિલા એન્જિનિયર બનવાનું બહુમાન ધરાવે છે.
આટલી પ્રતિભા છતાં નારાયણ મૂર્તિએ જ્યારે ઇન્ફોસિસ કંપની ચાલુ કરી ત્યારે બાળકોની સાર સંભાળ માટે તેમણે કેરિયરને તિલાંજલિ આપી દીધી હતી. આટલું જ નહી પણ નારાયણ મૂર્તિને કંપની શરૂ કરવા માટે સુધા મૂર્તિએ બચત કરેલા 10,000 રૂપિયા પણ આપ્યા હતા.
Latest Stories