/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/1-7.jpg)
મો.કે.ગાંધીના પગલાં પડ્યા હોય. સર્વશ્રી વરધભાઈ, પરાગજી બાપુ, ગોરધનભાઈ,અંબુકાકા, જ્યોતિષ મહેતા,કિશોરભાઈ જોશી, શાંતિલાલ પંડ્યા, કૌશિક ભટ્ટ , ચંદુભાઈ પટેલ એવા ગામપ્રેમીઓથી નિકોરા સતત પ્રવૃત્તિશીલ ગામ બન્યું છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/04/8f21e239-d4be-4e46-848a-06305e0adf04-1024x768.jpg)
તા.23મી એપ્રિલ 1995થી વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ તરીકે ઉજવાય છે. મહાન નાટ્યકાર, કવિ અને અભિનેતા શેકસપિયરનો જન્મદિન,તેમજ મૃત્યુદિન (તા.23 એપ્રિલ 1564-1616) નિકોરાની શ્રી યુવક મંડળ પુસ્તકાલયે વિશ્વ પુસ્તક દિવસને અનોખી રીતે ઉજવ્યો. સવારે પુસ્તકફેરી ગામમાં ફરી, બાળકો હાથમાં વાંચન અને પુસ્તકો વિશેના સુવાક્યોના પાટિયા સાથે ફર્યા. પુસ્તકફેરીમાં આશરે 100થી વધુ અબાલવૃધ્ધ જોડાયા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/04/53ba07ce-e2e8-429c-9207-5c163eac8247-1024x768.jpg)
સાંજે પુસ્તકાલય તરફથી નવ સુજ્ઞ વાચકોનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યુ. સર્વશ્રી મેજબીન, શીરીન, હિમાંશી, અવિનાશ, ધવલ, જગદીશ, અંજુબહેન, ઉર્મિલાબહેન અને સવિતામાસી (ઉ.વ. આ.70) ગુજરાત સરકાર તરફથી શ્રી યુવક મંડળ પુસ્તકાલય,નિકોરાને સન્માનપત્ર અને રૂ.10 હજાર રોકડા ગ્રામ્ય વિસ્તારમાં શ્રેષ્ઠ પુસ્તકાલય ચલાવવા બદલ શ્રી ભાગ્યેશ જહાંના વરદ હસ્તે ગાંધીનગર ખાતે આપીને સન્માન કરવામાં આવ્યું હતું. એ આ વાચક સન્માન કાર્યક્રમ જોતાં સાર્થક લાગ્યું. રોટરી ક્લબ ઓફ ભરૂચ પ્રેરિત રોટરી કોમ્યુનિટી કૉર-નિકોરાના પ્રેસિડેન્ટ શ્રીમતી ગીતાબહેન પટેલ, પૂર્વ પ્રમુખ, પુસ્તકાલયના ગ્રંથપાલના પુત્ર ઇંદ્રસિંહ, ભારતસિંહ રાજે વાંચક સન્માન માટે રૂ.10 હજારનું દાન આપ્યું. જેથી એના વ્યાજમાંથી પ્રતિવર્ષ આવો વિશિષ્ટ કાર્યક્રમ યોજાતો રહેશે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/04/51c68a82-5128-44ca-930d-2d2d1ddb73f1-1024x576.jpg)
દર રવિવારે ચાલતુ ફરતું પુસ્તકાલયના લારી ચાલક બચુભાઈ ધનજીભાઈ પટેલને પુસ્તકાલય તરફથી રોકડ પુરસ્કાર અપાયો એના પ્રતિભાવમાં બચુભાઇએ સામે ચાલીને મારે કઈંક કહેવું છે એમ કહી એમના દિલની વાત કરતાં કહ્યું કે દર
રવિવારે સવારે પુસ્તકાલયમાંથી સામાયિકો, પખવાડિકો, વાર્તા, નવલકથા, કવિતા, ધર્મ, વિજ્ઞાન અને બાળકોને લગતા પુસ્તકો લઇ નિકોરાની શેરીએ શેરીએ ફરું છું, દરેક ઘર પાસે હોર્ન વગાડું છું. શહેરી વિસ્તારમાં શાકની લારીવાળો આવે એજ રીતે ઘરે ઘરે ફરું અને ઘરમાંથી બાળકો, બહેનો, ભાઈઓ, વૃદ્ધો આવે મનગમતું પુસ્તક લે જેની નોટબુકમાં નોંધ કરું, આગલા રવિવારે લીધેલું પુસ્તક પરત આપે તે નોંધું છું. બચુભાઈ ક્યાં શબ્દોમાં આપની સેવાને બિરદાવવી ! જ્ઞાનગંગા સામે ચાલીને બારણે આવે અને હરતીફરતી જ્ઞાનપરબમાંથી જ્યારે એક પુસ્તક કોઈ લેતું હશે ત્યારે આપને કેવો પરમસંતોષ થતો હશે!
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/04/700199c6-2cbb-4273-93cb-db4e23549240-1024x768.jpg)
કૌશિક્ભાઈ ભટ્ટ ,ઉમેશ જોશી, બકુલભાઈ પરાગજી પટેલ, આ બધા ઉદ્દીપકો નિકોરામાં છે, જેમની સાથેના મિત્રતાના કારણે આર.સી.સી. ભરૂચના પ્રમુખ નીતા ગાંધી, જાયન્ટ્સ ગ્રુપ ભરૂચના પ્રેસિડેન્ટ જે.પી.પટેલ, મહેન્દ્રભાઈ પંડ્યાનો મૈત્રીસેતુ રચાયો છે. નિકોરાના સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબહેન પટેલ વિશ્વ પુસ્તક દિનના કાર્યક્રમમાં હાજર રહ્યા, મારી જાણમાં નથી ગુજરાતભરમાં બીજે ક્યાંય સરપંચ 'પુસ્તક દિને' કોઈ કાર્યક્રમમાં હાજર રહ્યા હશે !
નિકોરાથી ભરૂચ પાછા ફરતા બકુલભાઈને મેં કહ્યું આ ગુરુવારે ફરતું પુસ્તકાલય બ્લોગ નક્કી, એમણે કહ્યું એકવાત ખાસ લખજો કે પુસ્તક માત્ર સંસ્કારી, સદાચારી, સજ્જન લોકો જ વાંચે એવી દ્રઢ માન્યતા બિલકુલ ખોટી છે. પુસ્તક વાંચન એ નશો છે, વ્યસન છે એ કોઈ બુધ્ધિજીવીનો ઈજારો નથી. જય પુસ્તક. માં સરસ્વતીને વંદન.
(લખ્યા તારીખ : 24 એપ્રિલ પરાગજી બાપુજીની પુણ્યતીથી. આ બ્લોગ એમને સ્મરણાજંલિરૂપે.)