/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/84ee1cf3-6e45-4573-a077-8a352ec2d586.jpg)
એને અંગ્રેજીમાં ઇકો પોઈન્ટ કહેવાય. જ્યાંથી જે નામની બૂમ પાડો એ નામનો પડઘા પડે. વયસ્ક ઉમંરને આરે પહોંચેલા બે યુગલ અને એક વયસ્ક યુગલ કેરાલાના ઇકો પોઈન્ટ પર પહોંચ્યું પ્રવેશપત્ર લઈ એ છ જણા એટલે કે ત્રણ પુરુષ (પતિ) ત્રણ મહિલા (પત્ની) પગથિયાં ઉતારતા હતા ત્યાંજ એક તસ્વીરકારે અમને આલ્બમમાં ફોટા બતાવી કનવીન્સ કરી દીધા કે એક ફોટાના વીસ, ત્રણ કોપીના સાઈઠ રૂપિયા માં સોદો નક્કી કર્યો. આલ્હાદ્ક વાતાવરણ, બોટીંગ કરતા સાહસિકો.પેડેલ મારીને સહેલગાહ માણી રહ્યા હતા.
ફોટા પડાવવામાં પહેલો વારો મારો આવ્યો અમને,મને અને પત્નીને જુદા જુદા પોઝમાં ઊભા રાખી છ ફોટા પડ્યા પેલા બે યુગલ અમને જોઈને પેટ પકડીને હસતા હતા.
ખભા પર હાથ રાખો, કમર પર હાથ, એકબીજાની સામે જુઓ, હસો, જે સૌથી અઘરો ખેલ હતો. ગરદન ટટ્ટાર, ડોક નીચી. અમારા પછી વારો આવ્યો બીજા યુગલનો. પીઠ એકબીજાને દેખાડો યાદ આવ્યો ફિલ્મ સિલસિલાનો પોઝ. અમિતાભ બચ્ચન, રેખા અને જ્યા અહિ. ફોટા પડાવતી વખતે રેખા ન હતી છતાં તેને
-2-
યાદ કરવાનો, હસવાનો ભરપૂર આનંદ હતો. પછી ત્રીજું કપલ જે અમારા ત્રણેમાં યુવાન. પતિ એટલી કોમેન્ટ આપે કે પત્નીનું હસવાનું રોકાય નહિ,
અમે ! એટલું જ બોલ્યા કે ભાઈ તસવીરકાર ચાર દિવસ થી સાથે છીએ પણ અમે કે અમારી પત્નીએ અમને જેટલી જગ્યા ટચ કર્યું નથી એટલી જગ્યાએ તે અમને કરાવ્યું.
વીસમી મિનિટે સાઈઠ રૂપિયા માં ત્રણ ફોટાનો સોદો કર્યો હતો તેના બદલે તેર ફોટા આપો બસો સાઇઠ રૂપિયા એ લઈ ગયો. ત્રણેમાંથી એકનેય રૂપિયા બસો વધારાના આપવાનો લેશમાત્ર રંજ ન હતો. કારણ એ માત્ર તસવીરકાર ન હતો, તેનામાં ધંધાની કોઠાસૂઝ ભારોભાર હતી.