/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/unnamed-5.jpg)
દિવસ રાત સમય પસાર કરવાનું સાધન એટલે સ્માર્ટ ફોન, સોશિયલ મિડીયા પર મિત્રતા, સંબંધ, પ્રેમ, લાગણી જેવા સંદેશાઓ એક ફોન પરથી બીજા ફોન પર સતત આ આપલે ની સાઇકલ ફરતી રહે છે. પરંતુ જોવા જઈએ તો વિવિધ ગ્રુપમાં અજાણ્યા લોકો પણ જોડાયેલા હોય છે તેથી સ્વાભાવિક છે કે લાગણી દર્શાવતા કે શુભેચ્છા આપતા મેસેજ એમના માટે ન પણ હોય.
એક સમયે મિત્રો જ્યારે ભેગા થતા તો અભ્યાસ થી લઈને સારીનરસી તમામ વાતોનું આદાન પ્રદાન કરતા હતા, પરંતુ સ્માર્ટ યુગમાં મિત્રો ટોળે વળીને ભેગા તો થાય છે પણ પોત પોતાના ફોનમાં જ ખોવાયેલા નજરે પડે છે, એકબીજા સાથેનો સંવાદ ઓછો અને સ્માર્ટ ફોનમાં સંદેશ વ્યવહાર વધુ કરતા હોય છે.
સ્માર્ટ ફોનની સાથે જીવનશૈલી પણ આધુનિક બની છે. સવાર પડે એટલે ઓફિસનું કામ, અને ભાગદોડ માં સમય પસાર થયા બાદ બસ એકજ અફસોસ લોકો કરે છે કે સમય નથી ઘણુ કામ બાકી રહી ગયુ છે. અને બસ આજ ચિંતામાં ને ચિંતામાં માનવી પોતાને ભુલી જાય છે. એક ક્ષણ માટે પણ વિચારવું જોઈએ કે આપણે પોતાના માટે જીવીએ છીએ કે બીજાના માટે ! પોતના માટે જીવવાની સમજ , સંભાવના અને શક્યતા લગભગ પોતાના માંથી અદ્રશ્ય થઇ ગઈ હોવાનું લાગી રહ્યુ છે. સમય ભલે વ્યસ્ત હોય પણ થોડો સમય તેમાંથી પોતાના માટે કાઢીને વર્તમાન ને જીવતા શીખીને ખુશ રહેવું પડશે નહીતો ભવિષ્યતો કોણે જોયુ જ છે !
ઘર પરિવાર, મિત્રો, સામાજિક પ્રસંગો અને પ્રવાસ આ બધું પણ વ્યસ્ત જીવનમાં ખુશીઓ લાવી શકે છે અને મન વિચાર તંદુરસ્ત રહેતા સ્વસ્થ રહીને પોતાના કાર્યમાં ધારી સફળતા મેળવી શકાય છે.