New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/IndiaTv18e68b_deepika-ranveer.jpg)
પાંચ જાન્યુઆરીએ દીપિકા પાદુકોણ 32 વર્ષની થશે. આ વર્ષે દીપિકા જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવા માંગે છે. હાલ તે બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે શ્રીલંકામાં રજાઓ ગાળી રહી છે. જોકે છેલ્લો થોડો સમય બંન્ને માટે તણાવ ભર્યો રહ્યો છે. હવે 'પદ્માવતી'ની રીલિઝ આડેનું વિઘ્ન દૂર થતા બંને 'ક્વોલિટી ટાઇમ' પસાર કરી રહ્યા છે.
દીપિકાનાં નજીકનાં સુત્રોનું કહેવું છે કે તે એના જન્મદિવસનાં દિવસે જ રણવીર સિંહ સાથે શ્રીલંકામાં સગાઇ કરવાની છે. થોડા સમય પહેલા જ દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બંન્ને જ્યારે સાથે હોય ત્યારે તેમને ત્રીજા વ્યક્તિની જરૃર પડતી નથી. આથી બંનેનું બોન્ડિંગ કેટલું મજબૂત હશે એની પ્રતીતિ આના પરથી થઇ જાય છે.
Latest Stories