New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/Prabhas-5.jpg)
બાહુબલી ફિલ્મની સફળતા બાદ પ્રભાસ દેશ-વિદેશમાં જાણીતો થઇ ગયો છે. પ્રભાસ હાલ સાહોમાં કામ કરી રહ્યો છે. તે બોલીવૂડમાં રોમેન્ટિક ભૂમિકાથી કારકિર્દી શરૃ કરશે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પ્રભાસે બોલીવૂડમાં કામ કરવા અંગે જણાવ્યુ હતુ કે, મેં બોલીવૂડની ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે.
આ મારી રોમેન્ટિક ફિલ્મ હશે. હું બોલીવૂડની ઘણી ફિલ્મો જોઉ છું. હું હૈદરાબાદમાં રહું છું જ્યાંની 60 ટકા વસતી હિન્દી ભાષા બોલે છે. અને બોલીવૂડ માંથી ઘણી સારી ઓફરો આવે છે. ત્રણ વરસ પહેલા જ એક સ્ક્રિપ્ટ મેં સાંભળી હતી અને મેં તેમાં કામ કરવાની હા પાડી છે. આ એક પ્રેમકહાની હશે. સાહો બાદ હું આ ફિલ્મની તૈયારી કરીશ.
Latest Stories