ફણસાની વાડિયા સ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ યોજાયો

New Update
ફણસાની વાડિયા સ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ યોજાયો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ખાતેની બી.એમ. એન્‍ડ બી.એફ. વાડિયા હાઇસ્‍કૂલ ખાતે શ્રેષ્‍ઠ શિક્ષક પારિતોષિક સન્‍માન સમારોહ વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં યોજાયો હતો.

આ અવસરે આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે સમાજના ઘડવૈયા શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્‍યું હતું કે, એક શિક્ષક સમાજમાં ખૂબ જ ઊંચુ સ્‍થાન ધરાવે છે, બાળકોમાં સંસ્‍કારનું ઘડતર કરવામાં તેમજ ચારિત્ર્યવાન બનાવવામાં શિક્ષકનો ફાળો અમૂલ્‍ય હોય છે.

publive-image

આ અવસરે માધ્‍યમિક વિભાગમાં એવોર્ડ મેળવનાર યોગેશભાઇ મહેર અને તાલુકા કક્ષાએ એવોર્ડ મેળવનાર ભરતભાઇ પટેલને સન્‍માનપત્ર આપી અને શાલ ઓઢાડીને મંત્રીશ્રીના હસ્‍તે સન્‍માનિત કરાયા હતા.

આ અવસરે ફણસા ગ્રામ પંચાયત સરપંચ સરોજબેન, તાલુકા પંચાયત કારોબારી અધ્‍યક્ષ આરતીબેન પટેલ, શાળા પરિવાર, ગ્રામજનો, શાળાના બાળકો હાજર રહયા હતા.

Latest Stories