ફરી મળીશું  2020 માં 

New Update
ફરી મળીશું  2020 માં 

"આજે તા. 8 મી જાન્યુઆરી 2017ના મળ્યા છીએ.ફરી મળીશું વર્ષ 2020 માં મળીશું" આ શબ્દો હતા ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી માનનીય પુષ્પાબહેન પટેલના. સી ઇઝ નાઈટ સીક્સ યર્સ યંગ, ડાયનેમિક, સન્નારી,પ્રાઇડ વુમન ઓફ ભરૂચ, ગુજરાત, સિનિયર સીટીઝન ઇન્ટરનેશન એવોર્ડ વિનર. જે શાળાને સાડા ચાર દાયકાથી વધુ વર્ષ થાય છે, એ રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી ભાઈબહેનોના સ્નેહમિલનનો.જેને નામ આપ્યુ હતુ 'આર.આર.વી.સંગમ' ગુજરાતી માધ્યમની શાળાનો 'રીયુનિયન'કાર્યક્રમ આટલો ધમાકેદાર હોઈ શકે એ તો જેને માણ્યો એ જ કહી શકે.

'મારી સ્કૂલ' નામે ડોક્યુમેન્ટરી સ્ક્રિપ્ટ રાઈટીંગ કરવામાં હું સહભાગી બન્યો એટલે આ કાર્યક્રમની ઈન અને આઉટ જાણવા મળતી.છ આંકડામાં માતબર ખર્ચ થતો હોય. સ્કૂલના પાસ્ટ સ્ટુડન્ટ્સનું અને શાળાનું આર્થિક યોગદાન હોય, સેવન કમિટી,હાલના શિક્ષકો અને મેનેજીંગ ટ્રસ્ટીના માથે ચાર હાથ હોય ત્યારે 427 પૂર્વ વિદ્યાર્થીઓ જે સ્કૂલોમાં ભણી ગયેલા હોય, જે પટાંગણમાં દોડાદોડી, કસરતના દાવ, વિવિધ રમતોમાં ખેલાડી તરીકે ભાગ લીધેલો, જે કલાસરૂમની બેન્ચ પર બેઠેલા, બ્લેકબોર્ડ પર ચોકથી લીટાલપેડા કરેલા,એક રૂપિયામાં સફરજન રિસેસમાં સ્કૂલની કેન્ટીનમાં ખાધેલું એવી અગણિત સ્મૃતિઓને વાગોળવાનો કાર્યક્રમ શાળા શરુ થવાનો બેલ વાગીને થયો.

નૈનુર ઠાકોર,હાર્દિક શાહ,રાધિકા ડાંગરવાલા,ચિંતલ ફુમતીવાલા,ચિત્રા સેજવાણી,અર્પણ ગાંધી,જય ગુર્જર આ બધા પડદા પાછળના અને સ્ટેજ પરના આયોજકો પૈકીના કાર્યક્રમ ની માવજત ના હકદાર હતા.'મારી સ્કૂલ 'ડોકયુમેન્ટરી ના કેમેરામેન નરેશ પટેલે સતત સાત દિવસ સુધી સવારે 9 વાગ્યા થી બપોરના 12 વગ્યા સુધી વિડીયો શુટીંગ કરીને એમનું વજન ઘટાડયુ,અને 'મારી સ્કૂલ' ડોક્યુમેન્ટરી નું સો ગણું વજન અને ઊંચાઈ વધારી હતી.એમને સો સો સલામ.

રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયે ભરૂચ શહેર અને જિલ્લાને કેટકેટલા કલાકારો આપ્યા છે અધધધ! માધવી શાહ(નર્મદાષ્ટકમ), મિનેષ(પૂર્વ પ્રમુખ,લાયન) વૈભવી (વંદે માતરમ), પ્રણવ અને મિનેષ (વો ભારત દેશ હે મેરા...),ઝેન ભટ્ટ (સોચ ના શકે -એરલીફ્ટ), નીલમ સોની (એક પાત્રીય અભિનય), તીર્થેશ પારેખ (સોલો ડાન્સ),ડોલી કાપડિયા (દમ લગા કે હઇસા) ચિંકીતા ગ્રુપ (ડાન્સ), વિશાલ કૂમતીવાલા (ગીત), મમતા મુજડીયા (ગીત), કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની મમ્મીઓ હતી, દિવસો સુધી પ્રેક્ટિસ કરી પ્રેક્ષકોના દિલ જીતી લીધા.

પાર્શ્વગાયકો એક સે બઢકર એક.વાદ્યવૃંદમાં તબલા(જીગર જોષી) , કેસિયો (પીયૂષ સર), વાંસળી (દર્શન લીંબાચીયા), ની જુગલબંધીને સૌએ વધાવી.'શાળાનું ઇન્સ્પેકશન' નાટકમાં દ્રુમાલી ત્રિવેદી, મીનેશ મહેતા,શ્રુતિ ભટ્ટ, ચિરાગ રાણા, તીર્થેશ પારેખે અભિનયના અજવાળા પાથર્યા.વેશભૂષા, રંગભૂષા, સાઉન્ડ બધું જ ઉત્તમ.

અનુપ જૈનએ ગીત, ગઝલ અને ગુજરાતની ઓળખ ગરબો ગાઈને સૌને હિલોળે ચઢાવ્યા ત્યારે ગેસ્ટ એપીયરન્સમાં એન્ટ્રી મારે એમ પુષ્પાબહેન પટેલને સૌને પોરસ ચઢાવતા ગરબે ઘુમ્યા.83 પૂર્વે અને વર્તમાન શિક્ષકોની હાજરી, 10 આમંત્રિતો જેમાં જિલ્લા શિક્ષણાધિકારી નૈષધભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચનમાં આજની યુવાપેઢીને બળ મળે એવું શેર, શાયરી સાથે પ્રવચન આપી સોનામાં સુગંધ ફેલાવી હતી.પૂર્વ આચાર્ય મહેન્દ્રભાઈ પંડયા એ મહેમાનો, વિદ્યાર્થીઓ, સંચાલકોના કડીરૂપ બની એમનો ટેન્યોર યાદ કરતા આંખના ખૂણા ભીંજવી ગયા. પૂર્વ આચાર્ય આર.એમ.શાહે પ્રાસંગિક પ્રવચનમાં એ વખતના શિક્ષકોને ધન્યવાદ આપ્યા અને પૂર્વ વિદ્યાર્થીઓને કહ્યુ આજ આપ સૌ આપના સંતાનોને કઈ શાળામાં અને કયા માધ્યમમાં મુકવાની મુંજવણ અનુભવો છો, આવી જ મુંજવણ આપના વાલીઓને હતી પણ ત્યારે રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય એમ બે વિકલ્પો એમની સામે ખુલ્લા હતા. આપના વાલીએ સાચો નિર્ણય લીધો , તેના પરિણામે આપ આજે જે મુકામ પર પહોંચ્યા છો એ એમને આભારી છે. મને ખાત્રી છે કે યુ વીલ નેવર ફેરગેટ એઈટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ સેવન્ટીથ.

છ પૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્મરણો વાગોળ્યા.વિશાલ રાજ,નિકિતા પટેલ, પ્રતીક શાહ, દિલીપ, રોઝમીન પટેલ અને રૂપા ત્રિવેદી.પંચાવન મિનિટની ડોક્યુમેન્ટરી 'મારી સ્કૂલ' માં 8 પિરિયડ અને રીસેસ બતાવવામાં આવી. રૂંગટા પરિવાર વિષે તમે કશું જ જાણતા ન હોય એવું બને પણ આ સીડી જોઈને ગુજરાતી માધ્યમની શાળા આપણા જિલ્લામાં છે. એનું ગૌરવ જરૂર થશે. સીડીમાં નેરેટર તરીકે જીગર દવે(ચેનલ નર્મદા), સ્ક્રિપ્ટ દિગ્વિજય પાઠક, ગુરુ બ્રહ્મા શ્લોકનું ચેન્ટિગ તથ્ય દવે અને એડિટિંગ, પ્રોડક્શન ભાવિન ઋષિ પટેલે કર્યું છે.

27 હજાર સેકંડ એટલે કે 7 કલાક 30 મિનિટ 'રીયુનિયન' કાર્યક્રમ ચાલ્યો. લન્ચ અવર્સ સહિત અને સાંજે 6 ને 30 કલાકે યંગ લેડી ઓફ નાઇટી સીક્સ યર્સ પુષ્પાબહેન પટેલ સેલ્ફ ડ્રાઈવ કરીને ઘરે ગયા એ મેં મારી સગ્ગી આંખે જોયુ હતુ.

Latest Stories