/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/07/0fa9bd82-ca9e-4246-9683-5549d5e4f8cb.jpg)
સંજય દત્તનો જન્મ 29 જુલાઇ 1959માં મુંબઇમાં થયો હતો. સંજય દત્તના માતા-પિતા નરગીસ અને સુનીલ દત્ત બંને ફિલ્મોમાં જાણીતા ચહેરા હતા.
સંજય દત્તની માતા નરગીસનું કેન્સરમાં મોત થયા બાદ સંજય દત્ત ડ્રગ્સના રવાડે ચઢી ગયો હતો. ત્યારે તેના પિતા સુનીલ દત્તે સંજયની અમેરિકામાં સારવાર કરાવીને ડ્રગ્સની લત છોડાવી હતી.
સંજયનું વ્યક્તિગત જીવન પણ ઘણાં ઉતાર-ચઢાવવાળુ રહ્યું છે. સંજયે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા તે અગાઉ તેના બે લગ્ન નિષ્ફળ ગયા હતા.સંજયના પહેલા લગ્નથી એક દિકરી ત્રિશાલા છે જે અત્યારે તેના નાના-નાની પાસે યુએસમાં રહે છે.ત્રિશાલાની કસ્ટડી માટે પણ સંજયે કોર્ટમાં લડવુ પડ્યું હતું.તેમ છતાં તે કોર્ટમાં હારી ગયો હતો.
1993માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટ સમયે ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપ હેઠળ સંજયની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ટાડા કોર્ટે તેને 6 વર્ષની સજા ફટકારી હતી.
જીવનના આ ઉતાર-ચઢાવ વચ્ચે પણ સંજયે ઘણી હીટ ફિલ્મો આપી છે. જેમાં રોમાન્ટિક, એક્શન અને કોમેડી બધા જ પ્રકારના રોલ તેણે બખુબી નિભાવ્યા છે. સંજયની હીટ ફિલ્મોમાં નામ, ખલનાયક, કાંટે, મુન્નાભાઇ એમબીબીએસ, લગે રહો મુન્નાભાઇ, વાસ્તવ, કુરુક્ષેત્ર અને શુટાઉટ લોખંડવાલા સહિત ની ફિલ્મો નો સમાવેશ થાય છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/77a5758e-9880-4f07-9a88-5f60a54500e2.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/01f32b3c-d5e4-449e-86ea-6b630b56f42d.jpg)